Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આરૂષિ કેસમાં હેમરાજની વિધવા દ્વારા કરાયેલી અરજી સુપ્રીમે સ્વીકારી

આરુષિ હત્યાકેસમાં એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં સુપ્રીમ કોર્ટે આજે નોકર હેમરાજના વિધવા દ્વારા પડકાર ફેંકીને દાખલ કરવામાં આવેલી અરજીને સ્વીકારી લીધી હતી. ગયા વર્ષે ૧૨મી ઓક્ટોબરના દિવસે અલ્હાબાદ હાઈકોર્ટે રાજેશ અને નુપુર તલવારને આરુષિ હત્યા મામલામાં નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા. બંનેને નિર્દોષ છોડી મુકવા સામે આ અપીલ દાખલ કરવામાં આવી છે. હાઈકોર્ટે એવા આધાર પર તલવાર દંપત્તિને છોડી દીધા હતા કે, રેકોર્ડ પર પુરાવાના આધાર પર તેમને દોષિત ઠેરવી શકાય નહીં. હેમરાજની વિધવાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં સુપ્રીમમાં અપીલ કરી હતી. ૨૬મી નવેમ્બર ૨૦૧૩ના દિવસે સીબીઆઈ કોર્ટે તલવાર દંપત્તિને આજીવન કેસની સજા ફટકારી હતી. નિર્દોષ છોડવામાં આવે તે પહેલા રાજેશ અને નુપુર ગાઝિયાબાદની દસના જેલમાં આજીવન કારાસવાસની સજા ભોગવી રહ્યા હતા. ૧૪ વર્ષીય આરુષિ પોતાના ઘરે મે ૨૦૦૮માં મૃત હાલતમાં મળી આવી હતી, તેનું ગળુ કપાયેલું હતું.

Related posts

हनीप्रीत की तलाश में नेपाल में छापेमारी की गई, केस दर्ज

aapnugujarat

ભોપાલમાં ૨૦થી વધુ હોસ્પિટલમાં પરિસ્થિતિ વણસી, ઓક્સિજનની અછત

editor

રામ ફક્ત હિંદુઓનાં નહીં, પરંતુ સંપૂર્ણ દુનિયાનાં ભગવાન : ફારૂક અબ્દુલ્લા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1