Aapnu Gujarat
રાષ્ટ્રીય

૧૧ રાજ્યોએ દરેક ઉંમરના લોકો માટે વેક્સિનેશન ફ્રી કર્યું

અત્યાર સુધી હેલ્થ કેર વર્કર્સ, ફ્રન્ટ લાઈન વર્કર્સ, ૪૫ વર્ષથી વધુ ઉંમરના લોકો અને અન્ય ગંભીર બીમારીઓનો સામનો કરી રહેલા લોકોને મફતમાં વેક્સિન અપાઈ રહી છે. એક મેથી કેન્દ્ર સરકારે ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન લગાવવાની મંજૂરી આપી છે.જોકે આ વખતે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે ૧૮થી ૪૫ વર્ષની વચ્ચેના લોકોને પ્રાઈવેટ હોસ્પિટલમાં વેક્સિન લગાવવામાં આવે અથવા તો પછી રાજ્ય સરકાર દ્વારા કરાતી વ્યવસ્થા અંતર્ગત વેક્સિનેશન કરાવવામાં આવે. એટલે કે આ ઉંમરના લોકોને કેન્દ્ર સરકાર તરફથી ફ્રી વેક્સિન આપવામાં આવશે.૪૫ વર્ષથી વધુની ઉંમરના લોકોને પહેલાની જેમ જ ફ્રીમાં વેક્સિન આપવાનું ચાલુ રહેશે. એવામાં ૧૧ રાજ્યોએ દરેક ઉંમરના લોકોને ફ્રીમાંમાં વેક્સિન લગાવવાની જાહેરાત કરી દીધી છે.યોગી આદિત્ય નાથની સરકારે ૧મેથી ૧૮ વર્ષ અને તેનાથી વધુની ઉંમરન લોકોને કોવિડની રસી ફ્રીમાં મુકવાનો નિર્ણય કર્યો છે. કેબિનેટની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.શિવરાજ સિંહ ચૌહાણે ૧૮થી વધુની ઉંમરના તમામ લોકોને ફ્રીમાં વેક્સિન આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે વેક્સિનેશનનો સમગ્ર ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે.બિહારમાં
વેક્સિન પ્રોગ્રામ પહેલેથી જ ફ્રીમાં ચાલી રહ્યો છે. પછીથી તે પ્રાઈવેટ હોસ્પિટલ હોય કે સરકારી હોસ્પિટલ. ફ્રી વેક્સિનેશનની જાહેરાત બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા કરવામાં આવી હતી.મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે રાજ્યના તમામ ૨ કરોડ લોકોને ફ્રીમાં વેક્સિન આપવામાં આવશે. છત્તીસગઢમાં ફ્રી વેક્સિનેશનની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેશ બધેલે કહ્યું કે રાજ્યમાં સંક્રમણ રોકવા માટે શકય તેટલી તમામ કોશિશ કરવામાં આવશે.મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે રાજ્યમાં વેક્સિનેશન પ્રોગ્રામ ખૂબ જ ઝડપથી થશે.કેરળ દેશનું બીજુ સૌથી સંક્રમિત રાજ્ય છે. અહીં અત્યાર સુધીમાં ૧૩ લાખ ૭૭ હજાર ૧૮૭ લોકો સંક્રમિત થયા છે.આસામમાં તાજેતરમાં જ વિધાનસભા ચૂંટણી થઈ છે. રાજ્ય સરકારે રાજ્યના તમામ લોકોને ફ્રીમાં વેક્સિન લગાવવાની જાહેરાત કરી છે.મુખ્યમંત્રી હેમંત સોરેને બધાને ફ્રીમાં વેક્સિન લગાવવાની જાહેરાત કરી છે.ગોવામાં મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને રાજ્યમાં બધાને ફ્રીમાં વેક્સિન લગાવવાના આદેશ આપ્યા છે. સિક્કિમ મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે રાજ્યમાં દરેક ઉંમરના લોકોને મફત રસીની જાહેરાત કરી છે.

Related posts

दिल्ली में फिर पकड़ी कोरोना ने रफ्तार

editor

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીથી જનજીવન ઠપ્પ : ચારના મોત

aapnugujarat

દેશનાં આતંકવાદીઓ ભાજપની ઓફિસમાં બેઠા છે : ગિરીરાજસિંહનાં નિવેદન બાદ રાબડીદેવીની પ્રતિક્રિયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1