Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

કોરોના-રસીના ડોઝનો વૈશ્વિક આંકડો ૧-અબજ પર પહોંચ્યો

દુનિયાભરમાં એક વર્ષથી પણ વધારે સમયથી હાહાકાર મચાવી રહેલા કોરોનાવાઈરસ રોગચાળાને અંકુશમાં રાખવા માટે તમામ દેશોમાં નાગરિકોને આ વાઈરસ-વિરોધી રસી આપવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ભારત પણ એમાં બાકાત નથી. કોરોના-રસીના ડોઝની સંખ્યા વિશ્વસ્તરે ગઈ કાલે એક અબજના આંકને પાર કરી ગઈ છે. આ સાથે એવી આશા બળવત્તર થઈ છે કે આ રોગચાળાને વહેલી તકે અંકુશમાં લાવી શકાશે.
એએફપી સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ, દુનિયાના ૨૦૭ દેશો અને પ્રદેશોમાં શનિવાર, ૨૪ એપ્રિલ સુધીમાં ઓછામાં ૧,૦૦,૨૯,૩૮,૫૪૦ લોકોને કોરોના-વિરોધી રસી આપવામાં આવી ચૂકી છે. જોકે બીજી બાજુ આ મહાબીમારીના દૈનિક કેસના આંકડાએ પણ એક નવો વિક્રમ બનાવ્યો છે અને એનું મુખ્ય કારણ ભારતમાં આ રોગાચાળાનો થયેલો વિસ્ફોટક ફેલાવો છે. ગયા શુક્રવારે નવા કોરોના દર્દીઓનો આંકડો ૮,૯૩,૦૦૦ નોંધાયો હતો. ભારતમાં ગઈ કાલે નવા ૩,૪૬,૭૮૬ કેસ નોંધાયા હતા. રોગચાળો ફાટી નીકળ્યો ત્યારપછી કોઈ એક દેશમાં એક જ દિવસમાં નોંધાયેલા નવા કોરોના-દર્દીઓનો આ સૌથી મોટો આંકડો છે. દરમિયાન, ભારત દેશ માત્ર ૯૯ દિવસોમાં ૧૪ કરોડ નાગરિકોને કોરોના રસીના ડોઝ આપીને આટલા બધા ડોઝ આટલી ઝડપે આપનાર દુનિયાનો પહેલો દેશ બન્યો છે.

Related posts

4000 अमेरिकी सैनिकों को अफगानिस्तान से बुलाएंगे वापस : ट्रंप

editor

સ્પેસને છોડો, પહેલા પૃથ્વી પર ઘણુ કામ કરવાની જરુર છ ઃ બિલ ગેટ્‌સ

editor

ઢાકાની એક ફેક્ટરીમાં આગ લાગતા 52 લોકો ભડથું

editor

Leave a Comment

UA-96247877-1