Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

સ્પેસને છોડો, પહેલા પૃથ્વી પર ઘણુ કામ કરવાની જરુર છ ઃ બિલ ગેટ્‌સ

બિલ ગેટસને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ અને ટેસ્લાના સ્થાપક એલન મસ્કની અવકાશયાત્રા અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો .ઈન્ટરવ્યૂ લેનારે બિલ ગેટ્‌સને પૂછ્યુ હતુ કે, કેટલાક અબજાેપતિઓ સ્પેસ યાત્રામાં રસ દેખાડી રહ્યા છે ત્યારે તમને પણ એમાં રસ છે કે નહીં ત્યારે ગેટસે જવાબ આપતા કહ્યુ હતુ કે, સ્પેસની વાત કરો છો …હજી તો પૃથ્વી પર જ આપણે ઘણુ બધુ કરવાનુ બાકી છે.હાલમાં તો હું મેલેરિયા અ્‌ને એચઆઈવી જેવી બીમારીઓને નાબૂદ કરવાના અભિયાનમાં રોકાયેલો છું. જેના જવાબમાં એલન મસ્ક અને જેફ બેઝોસે પણ સંમતિ દર્શાવતા કહ્યુ છે કે, અમારા ટીકાકારો સાચા છે.પૃથ્વી પર હજી ઘણી સમસ્યા છે અને તેના પર કામ કરવાની જરુર છે પણ સાથે સાથે ભવિષ્ય તરફ પણ જાેવાની આવશ્કયતા છે.સ્પેસની યાત્રાના કારણે તાજેતરમાં ચર્ચામાં આવેલા દુનિયાના સૌથી ધનિક લોકો પૈકીના એક ઉદ્યોગપતિઓ એલન મસ્ક અને જેફ બેઝોસ પર માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટસે કટાક્ષ કર્યો છે.

Related posts

ઈન્ડોનેશિયામાં ભૂકંપ : ૨૦નાં મોત

aapnugujarat

સૂર્યને નજીકથી જાણવા ગયેલા યાને પ્રથમ યાત્રા કરી પૂરી : નાસા

aapnugujarat

U.S. Secy of State Michael Pompeo declares his India visit in end of June 2019

aapnugujarat

Leave a Comment

UA-96247877-1