Aapnu Gujarat
બ્લોગ

કોરોનાનું ત્રીજું સ્પાઈક મ્યુટેશન પહેલાથી વધુ શક્તિશાળી

કોરોના મહામારીની બીજી લહેરમાં વાયરસના નવા સ્વરૂપને ખતરનાક બનતું સૌ કોઈ જોઈ રહ્યું છે. અલગ-અલગ રાજ્યોમાંથી ડબલ અને ટ્રિપલ મ્યુટેશનના સમાચાર આવી રહ્યા છે. આ થિયરીને ખોટી સાબિત કરતા કહેવાયું છે કે સમયની સાથે વાયરસમાં ફેરફાર આવી રહ્યા છે. વાયરસના આનુવંશિક પરિવર્તનને સમજવું છે તો તેના માટે મ્યુટેન્ટને વિશે જાણવું પડશે. ડબલ અને ટ્રિપલ મ્યુટેન્ટના નામથી લોકો પેનિક થઈ રહ્યા છે.
હૈદરાબાદના સીસીએમબીના દિવ્ય તેજ સોવપતિએ કહ્યું કે જીનોમ સિક્વન્સિંગની મદદથી તેમની પાસે રોજ નવી જાણકારી અપડેટ થઈ રહી છે. હવે દિલ્હી, મહારાષ્ટ્ર, પ.બંગાળ સહિત અનેક રાજ્યોમાં નવા સ્પાઈક મ્યુટેશન જોવા મળી રહ્યા છે. આ રિપોર્ટથી ખ્યાલ આવ્યો છે કે કોવેક્સીન અને કોવિશિલ્ડ વેક્સીન નવા વેરિઅન્ટ પર અસરકારક છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે નવું સ્પાઈક મ્યુટેશન પહેલાથી વધુ શક્તિશાળી છે. તે ઝડપથી ફેલાઈ રહ્યું છે અને સાથે જ લોકોની ઇમ્યુનિટીને તોડવામાં તેની ભૂમિકા વધુ રહી છે. ફેફસાં પર ઝડપથી તેનું હાવી થવું, દર્દીમાં ઉચ્ચ સંક્રમણની સ્થિતિ બતાવવી અને સાથે ૩-૪ દિવસમાં શ્વાસ લેવામાં તકલીફ લાગવાના લક્ષણો જોવા મળી રહ્યા છે.
પ.બંગાળમાં બી.૧.૬૧૮ ગયા વર્ષે જોવા મળ્યો હતો. તેનાથી વધારે ચિંતાની વાત એ છે કે આ નવા વેરિઅન્ટમાં ડીઈએલ૧૪૫-૧૪૬ અને ઈ૪૮૪ના બંને મ્યુટેશન એકસાથે જોવા મળી રહ્યા છે. આ બંને મ્યૂટેશનની ઓળખ ઈમ્યુનિટીને નબળી કરે છે.
ઈ૪૮૪ના મ્યૂટેશન સૌથી પહેલા બી ૧.૩૫૧ નામના સ્ટ્રેનમાં મળ્યા. આ સિવાય તે બી.૧.૬૧૭માં મળ્યા હતા. તેનાથી ડબલ કે ટ્રિપલનો અંદાજ રાખી શકાય નહીં. તેઓએ કહ્યું કે બી ૧.૬૧૭ નામનો સ્ટ્રેન આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં ૧૫થી વધારે સ્પાઈક મ્યૂટેશન દેખાડી ચૂક્યો છે. તેથી તેનું નામ ડબલ મ્યૂટેશન રખાયું છે. તેમાં એલ૪૫૨ આર અને ઈ૪૮૪ ક્યૂ સ્પાઈક મ્યૂટેશન મળ્યા. થોડા દિવસ બાદ બી૧.૬૧૭થી એલ૪૫૨આર ખોવાયા અને સાથે હવે ઈ૪૮૪ક્યૂ સ્પાઈક મ્યૂટેશન મળી રહ્યું છે. તેને ડબલ મ્યૂટેશનનું નામ આપી શકાય નહીં.
પ. બંગાળમાં મળતા બી૧.૬૧૮ને ટ્રિપલ મ્યૂટેશન કહેવું ખોટું છે કેમકે તેમાં એલ૪૫૨આર આને ઈ૪૮૪ક્યૂના સિવાય વી૩૮૨એલ સ્પાઈક મ્યૂટેશન મળ્યું છે. એલ ૪૫૨આર મ્યૂટેશન પહેલા ગાયબ થયું હતું. તો ઈ૪૮૪ ક્યૂની સાથે તેની હાજરીના વધારે સાક્ષી મળી રહ્યા નથી. આ માટે વી૩૮૨એલ સ્પાઈક મ્યૂટેશન પર વધારે ધ્યાન આપવાની જરૂર છે.

Related posts

સરદાર પટેલ એક વિલક્ષણ અને વિચક્ષણ માનવી

aapnugujarat

કુંભ મેળામાં સફાઈના દાવાની પોલ ખૂલી ગઈ

aapnugujarat

BEAUTIFUL LINE

aapnugujarat

Leave a Comment

UA-96247877-1