Aapnu Gujarat
રાષ્ટ્રીય

૬૦ દિવસ બાદ કોરોનાથી બીજીવાર સંક્રમિત થઇ શકો છો

કોરોનાની બીજી લહેર ખુબ ભયાનક છે, દેશમાં ઝડપથી કોરોનાના કેસો વધી રહ્યા છે, તેની સાથે મૃત્યુ દર પણ વધી રહ્યો છે. વિવિધ રાજ્યમાં કોરોનાના કેસો વધતાં લોકડાઉનની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જો તમારામાં ઇમ્યુનિટી ઓછી છે તો બીજીવાર કોરોના સંક્રમિત થવાનો ભય રહેલો છે. દેશમાં ૪.૫ ટકા લોકો એટલે કે પાંચ લાખથી વધુ લોકો એકથી વધારે વાર સંક્રમિત થયા છે
અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં એન્ટીબોડી લાંબા સમય સુધી સુરક્ષિત રહેતી નથી. તેના લીધે ફરીવાર કોરોના સંક્રમણ થવાનો ભય રહેલો છે. જેના કારણે લોકો કોરોના સંક્રમીત પણ થઇ રહ્યા છે. આઇસીએમઆરના મુજબ દેશમાં ૪.૫ ટકા લોકો એટલે કે પાંચ લાખથી વધુ લોકો એકથી વધારે વાર સંક્રમિત થયા છે. દર્દીઓના શરીરમાં એન્ટીબોડી વિકસીત મામલે વિજ્ઞાનીકોને સફળતા સાંપડી
જ્યારે વિશ્વમાં બીજીવાર સંક્રમણ હોવાનો રેસીયો ૧ ટકા જેટલો છે. સંક્રમીત દર્દીઓના શરીરમાં એન્ટીબોડી વિકસીત મામલે વિજ્ઞાનીકોને સફળતા સાંપડી છે.
૬૦ દિવસ બાદ તેમની એન્ટીબોડી ધીમે-ધીમે ઓછી થતી જાય છે અનુસાર ચારમાંથી એક વ્યક્તિમાં ૧૫૦ દિવસ સુધી એન્ટીબોડી સુરક્ષીત રહી શકતી નથી. સંક્રમીત થયેલા દર્દીઓને ૬૦ દિવસ બાદ તેમની એન્ટીબોડી ધીમે-ધીમે ઓછી થતી જાય છે.
સી.એસ.આઇ.આરના વિજ્ઞાનાનિકોએ રાષ્ટ્રીય સ્તર પર સર્વે કર્યો હતો. જેમાં એકવાર સંક્રમણ થયેલા દર્દીઓ પણ બીજીવાર સંક્રમીત થઇ શકે છે. ૩૦ ટકા દર્દીઓના શરીરમાં ૧૫૦ થી ૧૮૦ દિવસમાં એન્ટીબોડી સમાપ્ત થઇ ગઇ હતી
નવી દિલ્હીના આઇ.જી આઇ.બીના નિર્દેશક ડાયરેક્ટર ડો. અનુરાગ અગ્રવાલનું કહેવુ છે કે, એક તારણ મુજબ વાયરસની ઝપેટમાં આવેલા ૩૦ ટકા દર્દીઓના શરીરમાં ૧૫૦ થી ૧૮૦ દિવસમાં એન્ટીબોડી સમાપ્ત થઇ ગઇ હતી. આ તમામ દર્દીઓ કોરોના પોઝીટીવ છે એવી જાણ નહોતી. કેટલાક દર્દીઓના શરીર તો ત્રણ મહિનામાં જ સમાપ્ત થઇ ગઇ છે.
એન્ટીબોડી ઓછી હોય તે લોકો કોરોના વાયરસથી લાંબા સમય સુધી બચી શકતા નથી
આ ઉપરાંત જે લોકોને કોરોનાના લક્ષણો નથી એવા લોકોના શરીર પણ ઘણા અશક્ત છે. એ વાત તારણ દરમિયાન જાણવા મળ્યુ હતુ. વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે, એન્ટીબોડી ઓછી હોય તે લોકો કોરોના વાયરસથી લાંબા સમય સુધી બચી શકતા નથી.

Related posts

PM मोदी ने कांग्रेस अध्यक्ष राहुल गांधी को दी जन्मदिन की बधाई

aapnugujarat

पीएम आवास योजना के तहत २०१८ तक बनेंगे ५१ लाख मकान

aapnugujarat

ત્રિપુરામાં શાંતિપૂર્ણ રીતે ૭૪ ટકાથી પણ વધુ મતદાન થયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1