Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ત્રિપુરામાં શાંતિપૂર્ણ રીતે ૭૪ ટકાથી પણ વધુ મતદાન થયું

ત્રિપુરામાં ૬૦ વિધાનસભા પૈકી ૫૯ સીટ માટે શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉંચુ મતદાન થયું હતું. મતદાન પૂર્ણ થયા બાદ ૭૪ ટકાથી પણ ઉંચુ મતદાન થયું હોવાની ચૂંટણી પંચે વાત કરતા ડાબેરીઓ અને ભાજપમાં અટકળોનો દોર શરૂ થયો હતો. ડાબેરીઓ છેલ્લા ૨૫ વર્ષથી સત્તા પર છે. આ વખતે સત્તા ટકાવી શકશે કે કેમ તે અંગેનો ફેસલો હવે મતગણતરીના દિવસે એટલે કે ત્રીજી માર્ચના દિવસે થશે. તમામ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા છે. આજે ઇવીએમ ખરાબ થવાના બનાવ બન્યા હતા જેમાં ૧૨ ઇવીએમ મશીનો બદલવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી માણિક સરકારે પણ સવારમાં જ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાનને લઇને તમામ તૈયારી પહેલાથી જ પૂર્ણ કરી લેવામાં આવી હતી. ઉત્તરપૂર્વના ત્રણ રાજ્યો મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરામાં હવે વિધાનસભાની ચૂંટણી યોજાઇ રહી છે. આ ત્રણ રાજ્યો પૈકી ત્રિપુરામાં આજે મતદાન યોજાયું હતું. ત્રિપુરામાં મોટા ભાગે આદિવાસી વસ્તી છે. ૨૫ વર્ષના લાંબા ગાળાથી પ્રદેશની સત્તા પર રહેલા ડાબેરીને પછડાટ આપવા માટે આ વખતે ભાજપે તમામ તાકાત લગાવી છે. ત્રિપુરામાં ૨૫.૩૩ લાખથી વધારે મતદારો પૈકીના ૭૪ ટકાથી વધુ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ત્રિપુરામાં કુલ મતદારો પૈકી ૧૨.૮૪ લાખ પુરૂષ મતદારો અને ૧૨.૪૮ લાખ મહિલા મતદારો છે. ૧૧ અન્ય મતદારો પણ છે. તમામ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઉત્સુક દેખાયા હતા. તમામ પાર્ટીએ તમામ બેઠકો પર ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે ૫૯, સીપીએમએ ૫૬, ભાજપે ૫૦ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યાછે. આ તમામ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા છે. ત્રિપુરામાં કુલ ૫૯ બેઠકો માટે ૩૧૭૪ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા હતા જ્યાં મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તમામ જગ્યાએ ઇવીએમ મારફતે મતદાન કરવામાં આવ્યું હતું. શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાનની ખાતરી કરવા માટે ચૂંટણી પંચે પહેલાથી જ તમામ તૈયારી કરી લીધી હતી. તમામ મતદાન મથકો પર પુરતી સંખ્યામાં સુરક્ષા જવાનો પહેલાથી જ ગોઠવી દેવામાં આવ્યા હતા. તમામ મતદાન મથકો પર વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવાનો પણ નિર્ણય પહેલાથી જ કરવામાં આવ્યો હતો. આ વખતે ચૂંટણી ભાજપ માટે પણ ઉપયોગી બન ગઇ છે.ભાજપ દ્વારા આ વખતે આક્રમક પ્રચાર કરવામાં આવ્યા બાદ આશા વધી ગઇ છે. વર્ષ ૨૦૧૩માં યોજાયેલી છેલ્લી વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપને ૧.૮૭ ટકા મત મળ્યા હતા. પરંતુ વર્ષ ૨૦૧૪ બાદથી સતત મહેનત કરવાના કારણે ભાજપે ત્રિપુરામાં પોતાની સ્થિતી મજબુત કરી છે. ભાજપે પોતાના સંગઠનને મજબુત કર્યા બાદ તેના પાસેથી શાનદાર દેખાવની આશા જોવા મળી રહી છે. આજે ઉંચા મતદાન બાદ ભાજપના લોકો પણ જીત માટેના દાવા કરી રહ્યા છે. વર્ષ ૨૦૧૫માં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપને શાનદાર સફળતા મળ્યા બાદ ભાજપે તમામ તાકાત ત્રિપુરામાં લગાવી દીધી હતી. ત્રિપુરામાં વર્તમાન વિધાનસભાની અવધિ છટ્ઠી માર્ચ ૨૦૧૮ના દિવસે પૂર્ણ થઇ રહી છે. રાજ્યમાં ડાબેરી સરકાર વર્ષ ૧૯૯૮થી સત્તામાં રહેલી છે. ત્રિપુરામાં આજે મતદાન પૂર્ણ થયા બાદ ત્રીજી માર્ચના દિવસે પરિણામ જાહેર કરવામાં આવનાર છે. ત્રિપુરામાં પણ વીવીપેટ ઇવીએમ સાથે ચૂંટણી યોજાઈ છે. ત્રિપુરામાં એક તબક્કામાં ચૂંટણી યોજાઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત તમામ સ્ટાર પ્રચારકોએ આ વખતે ચૂંટણી પ્રચાર કર્યો હતો. મોદી અને રાહુલે એકબીજા પર પ્રહારો કર્યા હતા. મોદીએ હાલમાં ત્રિપુરા ચૂંટણીને લઇને અગરતલાના શાંતિ બજારમાં ગુરૂવારના દિવસે રેલી યોજી હતી. વડાપ્રધાને ન્યુ ઇન્ડિયા અને ન્યુ ત્રિપુરા જેવા કામ કરવા માટે લોકોને અપીલ કરી હતી અને કહ્યું હતું કે, આ વખતે ચૂંટણીમાં કોમ્યુનિસ્ટ પાર્ટીને દૂર કરવાની જરૂર છે. ભાજપને જીત અપાવીને વિકાસને પ્રોત્સાહન આપનાર સરકાર બનાવવાની જરૂર છે. વડાપ્રધાને કોમ્યુનિસ્ટ પાર્ટીના કાર્યકરોને અરાજકતાવાદી કાર્યકરો ગણાવીને કહ્યું હતું કે, આ લોકો ચૂંટણીમાં અશાંતિ ફેલાવવાના પ્રયાસ કરશે. કારણ કે તેઓ ગણતંત્રમાં નહીં બલ્કે ગનતંત્રમાં વિશ્વાસ રાખે છે. મોદીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર અહીંના ગરીબોના ઘર બનાવવા, વિજળી પહોંચાડવા, ગેસના કનેક્શન આપવા માટે પૈસા આપે છે પરંતુ આ પૈસા ક્યાં જતા રહે છે. ત્રિપુરામાં ચૂંટણી આ વખતે અનેકરીતે ખુબ મહત્વપૂર્ણ બની ગઈ છે.

Related posts

જમ્મુ કાશ્મીરમાં જીએસટીને અમલી કરવા થયેલ ઠરાવ

aapnugujarat

गौरी लंकेश मामले में रविशंकर ने राहुल पर साधा निशाना

aapnugujarat

કાશ્મીર ખીણ : પથ્થરબાજીની ઘટનામાં ૯૦ ટકા સુધી ઘટાડો : ડીજીપી વૈધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1