Aapnu Gujarat
રાષ્ટ્રીય

કોરાના રસી માટેની વય મર્યાદા હટાવવા રાહુલ ગાંધીની માંગણી

દેશમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે સરકારે હવે ૪૫ વર્ષથી વધુ વયના તમામ લોકોને કોરોનાની રસી લેવાની છૂટ આપી છે. જોકે દેશમાં એવી માંગ ઉઠી રહી છે કે, રસીકરણ માટે કોઈ વયમર્યાદા હોવી જોઈએ નહીં. તમામ લોકોને રસી લેવાની મંજૂરી સરકારે આપવી જોઈએ.
આ માંગણીમાં હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ જોડાયા છે. રાહુલ ગાંધીનુ કહેવુ છે કે, રસીની જરુર કોને છે અને કોને નહીં તેના પર ચર્ચા કરવી પણ હાસ્યાસ્પદ છે.દરેક ભારતીયને સુરક્ષિત જીવન પામવાનો અધિકારક છે. સાથે સાથે રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, કોરોના સામેની લડાઈમાં આપણા સ્વાસ્થય કર્મી સાચા અર્થમાં કોરોના વોરિયર છે. હું નાગરિકોની રક્ષા કરવા માટેની તેમની કટિબધ્ધતા અને સમપર્ણ માટે તેમને સલામ કરુ છું અને તેમના પરિવારજનોનો પણ આભાર માનુ છું. આ વાઇરસને કાબૂમાં લેવા માટે દેશના દરેક નાગરિકે પોતાની ભૂમિકા ભજવવી પડશે. આ માટે આપણે માસ્ક પહેરવો પડશે અને તમામ પ્રોટોકોલનુ પાલન કરવુ પડશે.
બીજી તરફ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, રસીકરણ માટે સરકારે પૂરતી તૈયારી નથી કરી. જેના કારણે ઘણી જગ્યાએ રસીની અછત ઉભી થઈ છે.પીએમ મોદીએ સમયાંતરે તમામ પાર્ટીના નેતાઓની બેઠક બોલાવી જોઈએ.જેથી કોરોના સામે તમામ પક્ષો ભેગા મળીને લડાઈ લડી શકે.

Related posts

ભારત અફઘાનિસ્તાનની માલિકીવાળી શાંતિ પ્રક્રિયાને લઇ સંપૂર્ણપણે પ્રતિબદ્ધ : જયશંકર

editor

आठ क्षेत्रों में दो प्रतिशत से नीचे का विकास दर : कांग्रेस

aapnugujarat

૧૦ મેના દિવસે ઉત્તરપ્રદેશમાં ક્રાન્તિ દિવસ મોટા પાયે મનાવવા નિર્ણય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1