Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં કોરોના બેકાબૂ,ત્રણ-ચાર દિવસનું લૉકડાઉન જરૂરી : હાઇકોર્ટ

હાલ ગુજરાતમાં આંશિક લોકડાઉન જેવી સ્થિતિ છે. રાત્રે ૯ થી સવારે ૬ વાગ્યા સુધી કરફ્યૂ હોય છે. પરંતુ તેમ છતા કોરોના કાબૂમાં આવી નથી રહ્યો. આવામાં ગુજરાતમાં લોકડાઉનની જરૂર છે તેવું ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે. ગુજરાતમાં ૩-૪ દિવસના લોકડાઉનની જરૂર હોવાનું હાઈકોર્ટે અવલોકન કર્યું છે. સાથે જ હાલની સ્થિતિમાં કરફ્યૂની જરૂર હોવાનું પણ હાઈકોર્ટે અવલોક્યું છે.
ગુજરાતમાં કોરોનાનું લેવલ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આવામાં ગુજરાતમાં ફરીથી લોકડાઉન આવે તેવા ભણકારા વાગી રહ્યા હતા. આ વચ્ચે ગુજરાત હાઈકોર્ટે કોરોનાની સ્થિતિ જાેતા રાજ્ય સરકારને કેટલાક નિર્દેશ આપ્યા છે. જેમાં જાહેર કાર્યક્રમોમાં નિયમો કડક કરવા સૂચના આપી છે. સાથે જ કોવિડના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા પણ નિર્દેશ આપ્યા છે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠે સરકારને નિર્દેશ કર્યો કે, કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી છે. કોરોના સંક્રમણની ચેઇનને તોડવી જરૂરી બની છે. રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કરફ્યૂ લાદવા અને વિકેન્ડ કરફ્યૂ બાબતે સરકાર જરૂરી ર્નિણય લે એવી હાઇકોર્ટે સરકારને ટકોર કરી છે. ત્યારે લોકડાઉનની જરૂર પડે એવી સ્થિતિ હોવાનું હાઇકોર્ટનું અવલોકન છે.
કોરોનાનો કહેર વધી રહ્યો છે તે બાબતને હાઈકોર્ટે ગંભીરતાથી લીધી છે. રાત્રિ કરફ્યૂનો સમય મર્યાદા વધારવાની વાત પણ હાઈકોર્ટે કરી છે. સાથે જ રાજકીય મેળાવડા, માસ્ક, ચૂંટણીઓ, જાહેર કાર્યક્રમોમાં નિયંત્રણો રાખવા બહુ જ જરૂરી છે. લોકો પણ જાગૃતિ દાખવ્યા વગર બેફામ ફરી રહ્યા હતા. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, લોકોમાં શિસ્ત લાવતા પહેલા રાજ્ય સરકારે પણ સ્વંય શિસ્ત રાખવાની જરૂર છે. રાજકીય મેળાવડા અને જાહેર કાર્યક્રમો પર સૌથી પહેલા સરકાર અંકુશ મેળવે. મેળાવડા કરતા નેતાઓ સામે પગલા લે. અગાઉ પણ હાઈકોર્ટે રાજ્ય સરકારને સૂચના આપી હતી કે, રાજકીય નેતાઓને કન્ટ્રોલમાં રાખો. તો જ લોકો શીખશે. ત્યારે આજે ફરીથી હાઈકોર્ટે આ અવલોકન કર્યું છે. અંકુશ મેળવવા લોકડાઉનનો ઉપાય સૂચવ્યો છે. પણ લોકડાઉન લગાવવું કે નહિ તે ર્નિણય ગુજરાત સરકારનો રહેશે.
તો બીજી તરફ, રાજ્ય સરકાર હાઈકોર્ટના ચુકાદાનો અભ્યાસ કરશે તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ચુકાદાનો વિસ્તૃત અભ્યાસ કરી સરકાર દ્વારા ર્નિણય લેવાશે. મુખ્યમંત્રી નિવાસ્થાને મળતી હાઈ પાવર કમિટીની બેઠકમાં નામદાર કોર્ટના ચુકાદા અંગે ર્નિણય કરાશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ગઈકાલે કોરોનાના ૨૪ કલાકમાં નોંધાયેલા નવા કેસોનો આંકડો ત્રણ હજારની સપાટીને પણ પાર કરી ગયો હતો. ગયા વર્ષે લોકડાઉન અને ત્યારબાદના સમયગાળામાં પણ ગુજરાતમાં એક જ દિવસમાં આટલા કેસ ક્યારેય નહોતા નોંધાયા. રાજ્યમાં કેસોમાં થઈ રહેલા સતત વધારા વચ્ચે પોલીસે માસ્કના નિયમનો પણ ખૂબ જ કડકાઈથી અમલ શરુ કર્યો છે, અને રોજના હજારો લોકોને દંડ ફટકારાઈ રહ્યો છે.
કોરોનાનો કહેર વધતા ગુજરાત રાજ્યના આઠ મહાનગર અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં ૫૦૦-૫૦૦ બેડના આઠ કોવિડ સેન્ટર ચાલુ કરવાનો પણ ર્નિણય લેવામાં આવ્યો હોવાની જાહેરાત ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી છે.

Related posts

ઈમ્યૂનિટી વધારતાં લીંબુ, આદુ, નારિયેળ અને સંતરાની માગમાં વધારો

editor

गोधावी नहर में सरखेज के ३ युवक डूबे : एक की मौत

aapnugujarat

ફાર્માસિસ્ટ દવાની સંગ્રહખોરી કરશે તો લાઇસન્સ રદ કરાશે

editor

Leave a Comment

UA-96247877-1