Aapnu Gujarat
ગુજરાત

ફાર્માસિસ્ટ દવાની સંગ્રહખોરી કરશે તો લાઇસન્સ રદ કરાશે

કોરોનાના ગંભીર દર્દીઓની સારવારમાં વપરાતા રેમડેસિવિર ઈન્જેક્શનનો કૌભાંડ સામે આવી રહ્યા છે. સુરતથી લઈને મોરબી સુધીમાં લોકોના જીવ સાથે ચેડાં કરીને નકલી રેમડેસિવિર ઊંચી કિંમતે વેચવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે ફાર્મસી કાઉન્સિલે રજીસ્ટર્ડ ફાર્મસીસ્ટ તેમજ સામાન્ય જનતા માટે નોટિસ જાહેર કરી છે. જેમાં મજબૂર લોકો સામે ઈન્જેક્શનના નામે વધુ રૂપિયા પડાવનારા લેભાગુ તત્વો સામે કાર્યવાહી કરવામાં આવશે.
તાજેતરમાં જ સુરત, અમદાવાદ, આણંદ, વડોદરા તથા મોરબીમાં નકલી રેમડેસિવિર ઊંચી કિંમતે વેચવાના મામલા સામે આવ્યા છે. એવામાં ફાર્મસી કાઉન્સિલે રજીસ્ટર્ડ ફાર્મસીસ્ટ તેમજ સામાન્ય જનતા માટે નોટિસ જાહેર કરીને જણાવ્યું હતું કે, મજબૂર લોકો પાસે ઈન્જેક્શનના વધુ રૂપિયા પડાવનારાઓ સામે મોટી કાર્યવાહી થશે. ઈન્જેક્શનની કાળાબજારી, ડુપ્લીકેટ દવા, ઈન્જેકશનનું વેચાણ, એમ.આર.પી કરતા વધારે કિંમતની વસુલાત, દવા અને ઈન્જેક્શનની સંગ્રહખોરી કરતા પકડાશે તો તે વ્યક્તિ સામે કડક પગલાં લેવાશે. સરકારી તેમજ કોમ્યુનિટી ફાર્મસીસ્ટ કાળા બજાર કરતા પકડાશે તો આજીવન માટે તેમનું લાઇસન્સ રદ થશે.
ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ પ્રતીક નોટિસ જારી કરવામાં આવી છે, જેમાં જો કોઈ ફાર્માસિસ્ટ રેમડિસીવીર ઇન્જેક્શનનની કાળાબજારીમાં સીધી અથવા તો આડકતરી રીતે શામેલ હોવાનું સામે આવશે તો તેને પોતાના ધંધાથી હાથ ધોઈ બેસવાનો વારો આવશે, એટલે કે તે ફાર્મસીસ્ટનું લાઇસન્સ આજીવન માટે રદ કરવામાં આવશે. રેમડેસિવિર ઇન્જેક્શનની માંગ મોટા પ્રમાણમાં વધી છે, જે દર્દીનું ઓક્સિજન લેવલ નીચું હોય તેવા દર્દીઓ માટે આ દવા ખૂબ ઉપયોગી સાબિત થઈ છે, આ પરિસ્થિતિનો ગેરલાભ લઇ કેટલાક લોકો ઇન્જેક્શનનો સ્ટોક કરી બ્લેકમાં કિંમતથી અનેક ગણા ભાવ વસુલી રહ્યા છે. દર્દીના પરિજનો પણ નિસહાય બની પોતાના પરિજનોના જીવની ચિંતા કરી ઇન્જેક્શન ખરીદવા સિવાય કોઈ વિકલ્પ નથી. જેને લઈ કાઉન્સિલે મોટો નિર્ણય લીધો છે. કોઈપણ વ્યક્તિ પાસે કોઈપણ મેડિકલ સંચાલક અથવા ફાર્મસીસ્ટ દ્વારા વધુ પૈસા લેવામાં આવ્યા હોય તો ફરિયાદ કરવા માટે અપીલ કરવામાં આવી છે. કોઈપણ પણ વ્યક્તિ ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં ફરિયાદ આ માટે ફરિયાદ કરી શકે છે.

Related posts

ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ માટે હાર્દિક પટેલે કરેલો પ્રચાર

aapnugujarat

ओलपाड की बरबोधन सेवा सहकारी मंडली के गोदाम में आग

aapnugujarat

નવલખી બંદર પર ૪૮૫ મીટરની નવી જેટી બનાવાશે

editor
UA-96247877-1