Aapnu Gujarat
ગુજરાત

AMCની તિજોરી છલકાઇ

અમદાવાદ મહાનગરપાલિકા આર્થિક કટોકટી વચ્ચે રાહત રૂપ સમાચાર આવ્યા છે . અમદાવાદ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગે એએમસીના નાણાકિય સ્થિતિમાં મલમ લગાવાનુ કામ કર્યું છે. એએમસી ટેક્સ વિભાગને ગત વર્ષ કરતા ૫૦ કરોડ ટેક્સની વધુ આવક થઇ છે. તેમજ નાણાકિય વર્ષ ૨૦૨૦-૨૧માં એએેમસીને પ્રોપર્ટી ટેક્ષ, પ્રોફેશનલ ટેક્ષ તથા વ્હીકલ ટેક્ષ મળી કુલ રૂપિયા ૧૩૮૨ કરોડ જેટલી વસુલાત થઇ છે. આમ એએમસીની તિજોરી અમદાવાદીઓએ કોરોના મહામારી વચ્ચે પણ છલકાવી નાંખી છે.
આ અંગે એએમસી જાહેર કરેલ પ્રેસ નોટ આધારે જો વાત કરીએ તો, હાલ વૈશ્વિક કોરોના મહામારીના સમયમાં પ્રોપર્ટી ટેક્ષ વિભાગ દ્વારા કમિશનર મુકેશ કુમારની આગેવાની હેઠળ સને ૨૦૨૦-૨૧ના વર્ષ દરમિયાન શહેરના કરદાતાઓના સાથ સહકાર તથા ટેક્ષ ખાતાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓના અથાગ પ્રયાસથી અત્યાર સુધી રૂપિયા ૧૧૨૨ કરોડ જેટલી વિક્રમજનક આવક મળી છે. જે ગત વર્ષ કરતા ૫૦ કરોડ વધુ આવક છે. જે પ્રોપર્ટી ટેક્ષની ચાલુ વર્ષની કુલ આવક આજ દિન સુધીના અમદાવાદ મહાનગરપાલિકાના ઇતિહાસમાં સૌથી વધુ થયેલ છે.
પ્રોપર્ટી ટેક્ષમા ગત સને ૨૦૧૯-૨૦માં રૂપિયા ૧૦૭૨.૫૭ કરોડ આવક સામે ચાલુ વર્ષ ૨૦૨૦-૨૧માં રૂપિયા ૧૧૨૨ કરોડ થવા પામી છે. જે ૪૯ કરોડ વધારો છે. સૌથી વધુ ૨૭૨.૦૪ કરોડ સાથે ટેક્સ આપવાના પશ્ચિમ ઝોન મોખરે રહ્યું છે . તો ચાલુ વર્ષે ટેક્ષ રિકવરી ઝુંબેશ અંતર્ગત આશરે ૧૩ હજાર જેટલી પ્રોપર્ટીને સીલ મારવાનાં આવેલ છે.
પ્રોપર્ટી ટેક્ષ, પ્રોફેશનલ ટેક્ષ તથા વ્હિકલ ટેક્ષ મળી કુલ રૂપિયા ૧૩૮૨ કરોડ જેટલી વસુલતા થવાની શક્યતા છે. જે ગઇ સાલની કુલ આવક રૂપિયા ૧૩૩૯.૬૫ કરોડ કરતા ૪૨ કરોડ જેટલો વધારો થશે. જે અમદાવાદ મહાનગરપાલિકાના રેવન્યુ ખાતાની અભુતપૂર્વ સિદ્ધિ છે.

Related posts

બિટકોઇન : જગદીશ પટેલ તેમજ કેતન પટેલને જામીન

aapnugujarat

માતાની સારવાર માટે ૧૨ વર્ષના પુત્રને ૧૦ હજારમાં ગીરો મૂક્યો

editor

ગુજરાતની આઈક્રિએટ સાથે ઇઝરાયેલના ત્રણ કરાર થયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1