Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાકિસ્તાન સરકારે ભારતથી કૉટન અને ખાંડની આયાતને મંજૂરી આપી

પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે ભારતથી કૉટન અને ખાંડની આયાતની મંજૂરી આપી દીધી છે. પાકિસ્તાનની કેબિનેટ આર્થિક સમન્વય સમિતિએ બુદવારે ભારત સાથે વેપાર કરવાની મંજૂરી આપી દીધી છે. પાકિસ્તાન ૩૦ જૂન ૨૦૨૧થી ભારત પાસેથી કોટનની ખરીદી કરશે. મીડિયા રિપોર્ટ અનુસાર પાકિસ્તાનની સરકારે ખાનગી ક્ષેત્રને ભારત પાસેથી ખાંડની ખરીદી કરવા માટે મંજૂરી આપી દીધી છે.
પાકિસ્તાને વર્ષ ૨૦૧૬માં ભારતથી કૉટન અને અન્ય કૃષિ ઉત્પાદોની આયાત પર પ્રતિબંધ લાદી દીધો હતો. સૂત્રો અનુસાર પાકિસ્તાન ખાંડની વધતી કિંમતો અને સંકટો સામે જઝૂમી રહ્યું છે સાથે જ કપડાના ઉદ્યોગને બચાવવા માટે પાકિસ્તાનની ઇમરાન સરકારે ભારત સાથે ફરીથી વેપાર શરૂ કરવા માટે મંજૂરી આપી દીધી છે. બંન્ને દેશોમાં તણાવભર્યા સંબંધો વચ્ચે આ પાકિસ્તાનનો ભારત સાથે સબંધ સુરવાની દિશામાં મોટો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.
આ પહેલા ઓગસ્ટ ૨૦૧૯માં જમ્મૂ-કાશ્મીરનો એક વિશેષ દરજ્જો ખતમ કર્યા બાદ પાકિસ્તાને ભારત સાથેના તમામ સંબંધો તોડી નાંખ્યા હતા. પાકિસ્તાન સરકાર ખાંડ અને કૉટનની આયાત એવા સમયે કરવા જઇ રહી છે, જ્યારે બંન્ને વસ્તું માટે પાકિસ્તાન જઝૂમી રહ્યું છે. પાકિસ્તાન સરકારનો આ નિર્ણય બંન્ને દેશો વચ્ચે સામાન્ય થતા સંબંધોની શરૂઆત માનવામાં આવે છે.
આ દરમિયાન પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાને પોતાના ભારતીય સમકક્ષ નરેદ્ર મોદીને એક પત્ર લખીને કહ્યું કે, જમ્મૂ-કાશ્મીર સહિતના મુદ્દા બંન્ને દેશો વચ્ચે લાંબા સમયથી તમામ મુદ્દાઓનું સમાધાન કરવાને લઇ સાર્થક અને પરિણામ આવતી વાર્તા માટે અનુકૂળ માહોલ બનાવવો જરૂરી છે. ખાને આ પત્ર પાકિસ્તાન દિવસના અવસરે ગત અઠવાડિયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તેમને મોકલેલ શુભેચ્છાના જવાબમાં લખ્યો છે.
પીએમ મોદીએ પોતાના પત્રમાં લખ્યું હતું કે, પાકિસ્તાન સાથે ભારત સૌહાર્દપૂર્ણ સંબંધોની આકાંક્ષા રાખે છે, પરંતુ વિશ્વાસનું વાતાવરણ, આતંક અને વેર રહિત માહોલ આ માટે અનિવાર્ય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પત્રના જવાબમાં ખાને તેમનો આભાર માન્યો છે અને કહ્યું છે કે, પાકિસ્તાનનાં લોકો ભારત સહિત તમામ પાડોસી દેશો સાથે શાંતિપૂર્ણ સહયોગી સંબંધની આકાંક્ષા કરે છે.

Related posts

ઇતિહાસને પાછળ છોડવાનો નિર્ણય કરાયો છે : કિમ જોંગ

aapnugujarat

बिजनस में बदमाशीः चीन को सबक सिखाएगा अमेरिका

aapnugujarat

पाक : मरियम को मिली जमानत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1