Aapnu Gujarat
બિઝનેસ

૨૦૨૧-૨૨માં ભારતની જીડીપી ૭.૫ થી ૧૨.૫ ટકાની વચ્ચે રહેશે

ભારત સહિત દુનિયાભરના દેશોમાં કોરોનાની નવી લહેર વચ્ચે વિશ્વ બેન્કે ૨૦૨૧-૨૨ના નાણાકીય વર્ષમાં ભારતની જીડીપી ૭.૫ ટકાથી ૧૨.૫ ટકા વચ્ચે રહી શકે છે તેવી આગાહી કરી છે.
વિશ્વ બેન્કના એક મોટા અધિકારીએ આ અનુમાન કર્યુ હતુ.જોકે તેમણે જીડીપીનો કોઈ એક ચોક્કસ આંકડો આપવાનો ઈનકાર કર્યો હતો.તેમનુ કહેવુ હતુ કે, ૭.૫ ટકાથી ૧૨.૫ ટકાની રેન્જ એટલા માટે રાખવામાં આવી છે કે, કોરોના સંક્રમણની રફતાર વધશે કે ધીમી પડશે તો આ આંકડામાં ફેરફાર થઈ શકે છે.એટલે આ રેન્જ રાખવામાં આવી છે. જોકે પત્રકારોએ ભારત અંગે આગાહી કરવા માટે આગ્રહ રાખતા આ અધિકારીએ કહ્યુ હતુ કે, શક્ય છે કે ભારતનો વિકાસ દર ૧૦ ટકા કરતા થોડો વધારે રહે.
દરમિયાન ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે ૨૦૨૧-૨૨ના વર્ષમાં ભારતના આર્થિક વિકાસનો દર ૧૧.૫ ટકા રહેશે તેવુ અનુમાન લગાવ્યુ છે.જોકે હવે વર્લ્ડ બેન્કે જે આંકડા આપ્યા છે તે આઈએમએફ કરતા થોડા અલગ છે.
ભારતમાં સંખ્યાબંધ મોટા રાજ્યોમાં કોરોના સંક્રમણ તેજીથી ફેલાઈ રહ્યુ હોવાથી આર્થિક ગતિવિધિઓ પર પણ તેની અસર પડી રહી છે.જેના કારણે જેટલી અપેક્ષા હતી તેટલી તેજી આર્થિક મોરચે હજી જોવા મળી રહી નથી.ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ગ્રોથ નહીંવત છે.ટ્રાવેલ, ટુરિઝમ, એવિએશન, રેસ્ટોરન્ટો જેવા સર્વિસ સેક્ટરને પણ કોરોનાના કારણે નુકસાન થયેલુ છે. રોજગારીમાં પણ ખાસ વધારો નહીં થઈ રહ્યો હોવાથી માંગમાં પણ વધારો થઈ રહ્યો નથી.

Related posts

ડિજિટલ ટેક્સ લગાવવાની તૈયારીમાં સરકાર, ગૂગલ અને ફેસબુક જેવી કંપનીઓ પર લાગશે ટેક્સ

aapnugujarat

હોમ અને કાર લોન મોંઘી થવાનાં એંધાણ

aapnugujarat

सुस्ती के माहौल में कोल इंडिया कर रहीं बंपर नियुक्तियां

aapnugujarat

Leave a Comment

UA-96247877-1