Aapnu Gujarat
રમતગમત

કોહલી આઇપીએલમાં બેંગ્લોર તરફથી ઓપનીંગ કરશે : માઇક હસન

ભારત અને ઇંગ્લેંડ વચ્ચેની ટી-૨૦ શ્રેણીની પાંચમી મેચ નિર્ણાયક હતી. જેને લઇને બંને ટીમો કમર કસીને મેદાને ઉતરી હતી. ભારતીય ટીમ તરફથી પણ મોટો અને આશ્વર્ય ભર્યો સફળ ફેરફાર ઓપનીંગને લઇને કરવામાં આવ્યો હતો. કેએલ રાહુલના સ્થાને વિરાટ કોહલી ઓપનીંગ માટે આવ્યો હતો. જેમાં ટીમે સફળતા હાંસલ કરી હતી. કોહલી એ જીત માટેનો મહત્વનો પાયો પોતાની ઓપનીંગ રમત વડે નાંખ્યો હતો. દરમ્યાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી)ના ડાયરેક્ટર ઓફ ઓપરેશન માઇક હસનએ કહ્યું, વિરાટ કોહલી આઇપીએલ-૨૦૨૧માં ઓપનિંગ કરવાને લઇને ચર્ચા ઓકશન પહેલા જ કરી હતી. કોહલીના ઓપનીંગ કરવાના નિર્ણયથી અમને કોઇ આશ્વર્ય થયુ નહોતુ. વિરાટે પણ કહ્યુ હતુ, આઇપીએલ ૨૦૨૧ માં પણ બેંગ્લોર તરફથી ઓપનીંગ કરશે.
માઇક હસને કહ્યુ, આ વાતને લઇને અમે આઇપીએલ ઓકશન પહેલા જ ચર્ચા કરી હતી. કારણ કે અમારો ઓકશન પ્લાનીંગનો હિસ્સો હતો. જેના મુજબ અમારે લાઇન અપ તૈયાર કરવાનો વિચાર કરવાનો હતો. આમ તે મારા માટે સહેજ પણ સરપ્રાઇઝ રુપ નહોતુ. હું ખુશ છુ કે, તેણે ઇન્ડીયા માટે ઓપનીંગ કરવાનો મોકો મળ્યો અને તેણે એ પણ દર્શાવી દીધુ કે તે શુ કરવાની કાબેલિયત ધરાવે છે. અમને કદાચ આ અંગે ખ્યાલ હતો, પરંતુ બાકી સૌના માટે આ એ એક રિમાઇન્ડર હતુ. પાછળની સિઝનમાં આરસીબી માટે ટીમની ઓપનીગ આરોન ફિંચ અને દેવદત્ત પડિક્કલ એ કરી હતી. જોકે ફિંચ પોતાના નામ પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નહોતો.

Related posts

હાર્દિક અને રાહુલ ઉપર બે મેચ માટે પ્રતિબંધનું સૂચન

aapnugujarat

સરકાર ઈન્કાર કરશે તો ભારત વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે નહીં રમેઃ બીસીસીઆઈ

aapnugujarat

महाराष्ट्र ने हिमाचल को हराया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1