Aapnu Gujarat
રમતગમત

હાર્દિક અને રાહુલ ઉપર બે મેચ માટે પ્રતિબંધનું સૂચન

તાજેતરમાં જ એક ટીવી શોમાં યુવતીઓની સામે કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીના કારણે વિવાદમાં ઘેરાયેલા ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને ઓપનિંગ બેટ્‌સમેન રાહુલની મુશ્કેલી વધી રહી છે. બીસીસીઆઈની નિયુક્ત વહીવટી સમિતિના પ્રમુખ વિનોદ રાયે બંને ખેલાડીઓ ઉપર બે-બે વનડે મેચોનો પ્રતિબંધ મુકવા ભલામણ કરી છે. બીજી બાજુ વહીવટી સમિતિના અન્ય સભ્ય ડાયનાએ આ મામલાને બીસીસીઆઈની લીગલ સેલ પાસે મોકલી દીધો છે. પંડ્યાની ટિપ્પણી બાદ સોશિયલ મિડિયા પર તેની ખુબ ઝાટકણી કાઢવામાં આવી રહી છે. પંડ્યાએ આ અંગે માફી પણ માંગી લીધી છે. બીસીસીઆઈએ બંનેને કારણદર્શક નોટિસ ફટકારીને જવાબ માંગ્યા છે. કોફી વીથ કરણ શોમાં પંડ્યાની ટિપ્પણીથી ભારે હોબાળો થયેલો છે. હોબાળો થયા બાદ બંને ખેલાડીઓએ માફી માંગી હતી પરંતુ તેમની મુશ્કેલી ઓછી થઇ રહી નથી.
ટીમ ઇન્ડિયા શનિવારના દિવસે ઓસ્ટ્રેલિયાની સામે ત્રણ વનડે મેચોની શ્રેણી રમવાની શરૂઆત થઇ રહી છે. બંને ખેલાડીઓ વનડે શ્રેણી રમવા માટે હાલમાં ઓસ્ટ્રેલિયામાં છે. વિવાદ દિનપ્રતિદિન વધી રહ્યો છે. આને લઇને આગામી દિવસોમાં પણ તેમની મુશ્કેલી વધી શકે છે. હાર્દિક પંડ્યાએ ટિ્‌વટર પર પોતાની પ્રતિક્રિયામાં કહ્યું હતું કે, ઇમાનદારીથી કહે તો તે આ શોની પ્રકૃત્તિ સાથે ભાવનાઓમાં આવી ગયો હતો. તે કોઇને પણ અપમાનિત કરી રહ્યો નથી. શોમાં પંડ્યાએ અનેક મહિલાઓ સાથે પોતાના સંબંધોને લઇને રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે, તે પોતાના માતા-પિતા સાથે પણ આ સંદર્ભમાં વાત કરતો રહે છે. ક્લબમાં મહિલાઓનું નામ તે કેમ પુછતા નથી તે અંગે પૂછવામાં આવતા પંડ્યાએ કહ્યું હતું કે, તે મહિલાઓની ચાલ જોવા માટે ઇચ્છુક રહે છે. મહિલાઓનો વર્તાવ કેવો રહે છે તે જોવા માટે તે ઇચ્છુક હોય છે.

Related posts

ભારત નહીં જીતી શકે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ : માઇકલ વોને

editor

शिवम को नाम बनाना होगा : युवराज

aapnugujarat

૨૦૦૭ ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો કેપ્ટન બનવું હતું, પરંતુ ધોની બન્યો ઃ યુવરાજ

editor

Leave a Comment

UA-96247877-1