Aapnu Gujarat
ગુજરાત

શહીદ દિન નિમિત્તે વિસનગરમા યોજાયો રક્તદાન કેમ્પ

વિસનગરથી અમારા સંવાદદાતા વિનોદ મકવાણા જણાવે છે કે, દેશની આઝાદી માટે પોતાના દેહનું બલિદાન આપનાર શહીદવીર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના 90માં શહાદત દિવસ પર રક્તદાનનો વર્લ્ડ રેકોર્ડ બનાવી શ્રધ્ધાંજલિ આપવા સમગ્ર દેશમાં રક્તદાન ઝુંબેશ ચલાવવામાં આવી હતી.

જે અંતર્ગત NIFAA સંસ્થા દ્વારા સમગ્ર દેશમાં ૧૫૦૦ સ્થળે એક સાથે રક્તદાન કેમ્પ યોજીને ગ્રીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સાથે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.વિસનગર વોલન્ટરી બ્લડ બેન્ક અને લાયન્સ કલબ ઓફ વિસનગર દ્વારા, કોપરસિટી મચૅન્ટ એસોસિયેશન તથા સ્વસ્તિક મિત્ર મંડળ ગ્રુપના સહયોગથી મેઘા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

    આ બ્લડ ડોનેશન કેમ્પમાં વોલેન્ટરી બ્લડ બેંકના પ્રમુખ રાજુભાઇ પટેલ,રમેશભાઈ પટેલ ઉપરાંત વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, કાયૅકરો, યુવાનો તેમજ મહિલાઓ  દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં ૧૫૪ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વિસનગર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ વષૉબેન પટેલ તથા નવીન કોર્પોરેટરશ્રીઓ વિશેષ ઉપસ્થિત રહી રકતદાતાશ્રીઓ તેમજ સંસ્થાની સેવા પ્રવૃતિને બિરદાવી હતી.

Related posts

સટ્ટાકાંડ : જેપી સિંહના જામીન ખાસ અદાલતે ફગાવ્યા

aapnugujarat

गुजरात चुनाव : सुप्रीम पहुंची कांग्रेस को झटका

aapnugujarat

જમીન એનએ કરવા કામગીરી ઓનલાઇન કરવાની શરૂઆત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1