Aapnu Gujarat
ગુજરાત

બોટાદમા રસીકરણ ઝુંબેશ બનાવી વધુ વેગવાન

બોટાદથી અમારા સંવાદદાતા ઉમેશ ગોરહવા જણાવે છે કે, સમગ્ર દેશભરમાં કોરોના વિરૂધ્ધ રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. જેના ભાગરૂપે બોટાદ જિલ્લામાં પણ કોરોના વિરોધી રસીકરણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા બોટાદ જિલ્લા માં રસીકરણના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે.
બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી વિશાલ ગુપ્તાના સીધા જ માર્ગદર્શન હેઠળ જિલ્લાંના તાલુકાઓમાં જુદાં જુદાં સ્થળોએ વિવિધ કાર્યક્રમો કરી લોકોને કોરોના વિરોધી આપવામાં આવતી રસી અંગે ગેરસમજ દૂર થાય અને વધુમાં વધુ લોકો રસીકરણ કરાવા પ્રેરાય તે માટે સમજણ આપી જાગૃત કરવા સબંધિત અધિકારીશ્રી ઓને સૂચના આપવામાં આવી હતી. જિલ્લામાં રસીકરણ મિશનમાં વધારો થાય તે માટે વધુને વધુ કાર્યક્રમો હાથ ધરી રસીકરણ ઝુંબેશ વધુ વેગવાન બનાવી છે. આમ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જરૂરી સલાહ માર્ગદર્શન આપવા સઘન પ્રયાસો હાથ ધરાયા છે.
આ ઝુંબેશના ભાગરૂપે બોટાદ મામલતદારશ્રી દ્વારા વિવિધ સ્થળોની મુલાકાત લઈ કામગીરીને વધુ સઘન બનાવી છે. આ ઉપરાંત સમસ્યાઓના નિવારણ માટે જ્ઞાતિના આગેવાનો, પ્રભાવી વ્યક્તિઓ, રસીકરણ કરાયેલા લોકો, સરપંચશ્રી, ટીસીએમ, ડોકટરો, આશા વર્કરો અને અન્ય અધિકારીઓ દ્વારા સંપર્ક અને સમજાવટની રીત અપનાવવામાં આવી રહી છે.

Related posts

गुजरात में दलितों, आदिवासियों पर हो रहे अत्याचार को लेकर बनाई जाएगी स्‍पेशल कोर्ट

aapnugujarat

ગુજરાતમાં ભાજપની સામે કોઈ પ્રતિસ્પર્ધી નથી : નડ્ડા

aapnugujarat

મોદીની કચ્છ યાત્રાને લઈ યુવા મોરચાની તૈયારી શરૂ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1