Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં આજથી સવારે ૯થી સાંજે ૭ વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડશે

શહેરમાં હાલ કોરોના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે. જેને જોતા શહેરમાં તંત્ર દ્વારા એએમટીએસ-બીઆરટીએસ, હોલ્સ, બાગ-બગીચા સહિતને બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે હવે આવતી કાલથી મેટ્રો ટ્રેન સેવા ફરી શરૂ થઈ રહી છે. જીએમઆરસીના જણાવ્યા અનુસાર, કાલે સવારે ૯ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધી મેટ્રો ટ્રેન શરૂ થઈ રહી છે. લોકલ સંક્રમણ વધતા એએમટીએસ-બીઆરટીએસ બસ સેવા બંધ થતા નોકરીયાતો તેમજ સામાન્ય મુસાફરોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. બીજી તરફ રિક્ષા ચાલકો પણ બેફામ ભાડા વસૂલી રહ્યા છે. તેવામાં હવે મેટ્રો ટ્રેન શરૂ થયા લોકોને થોડી રાહત મળી શકે છે.
અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. આજે કેસની સંખ્યા અમદાવાદમાં ૨૭૦ને પાર થઈ છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવતીકાલ એટલે કે ગુરુવારે સવારથી જ તમામ એએમટીએસ અને બીઆરટીએસ બસો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એકપણ રૂટ પર એએમટીએસ અને બીઆરટીએસ બસ જ્યાં સુધી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે તેમજ ખાનગી અને સરકારી જિમ, ગેમ ઝોન, સ્પોટ્‌ર્સ કલબ વગેરે પણ ગુરુવારથી અચોક્કસ મુદત સુધી બંધ રહેશે.

Related posts

સાબરકાંઠા એલસીબીએ વિદેશી દારૂ ઝડપ્યો

aapnugujarat

શહેરા જીલ્લા પંચાયતની 3,અને તાલૂકા પંચાયતની 11 બેઠકો પર ભાજપ બિનહરીફ

editor

ગુજરાતમાં ચાલુ વર્ષે 8000 જેટલા પોલીસકર્મીઓની ભરતી કરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1