Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં ચાલુ વર્ષે 8000 જેટલા પોલીસકર્મીઓની ભરતી કરાશે

પોલીસ ભરતીમાં સામેલ થવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. વિધાનસભા ગૃહમાં ગૃહમંત્રીએ જાહેરાત કરી તે અનુસાર ગુજરાતમાં ચાલુ વર્ષે કુલ 8000 જેટલા પોલીસકર્મીઓની ભરતી કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર ઉનાળા બાદ પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આ જાહેરાત અંગે IPS હસમુખ પટેલે ટ્વિટ કરીને જણાવ્યું કે, અગાઉ જિલ્લા ફાળવણી કરવામાં આવી હોય પરંતુ હાજર ન થયા હોય અથવા રાજીનામું આપનારા ઉમેદવારોની ખાલી જગ્યા વેઈટિંગમાંથી ભરવા માટે 9 એપ્રિલ પછી કાર્યવાહી કરવામાં આવશે. જેને લઈને પંચાયત પંસદગી મંડળ દ્વારા અગાઉ કરવામાં આવેલા ભરતીની ખાલી જગ્યાઓની માહિતી જિલ્લામાંથી મંગાવવામાં આવી છે.
પોલીસ ભરતીની જાહેરાતને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આવકારી છે. યુવરાજસિંહના જણાવ્યા અનુસાર પરીક્ષા સંબંધિત નોટિફિકેશન જાહેર કરવું જોઇએ. જાહેરાત માત્ર જાહેરાત ન રહી જાય તેનું ધ્યાન રાખીને જાહેરાતનું અમલીકરણ ઝડપી થવુ જોઈએ. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ગૃહમાં અલગ અલગ માગણીઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પોલીસ વિભાગમાં ભરતીને અંગે હર્ષ સંઘવી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે જ પોલીસ વિભાગમાં 8000 ભરતી કરવામાં આવશે.

પ્રાપ્ત વિગતો અનુસાર ચાલુ વર્ષે પોલીસ વિભાગમાં થનારી ભરતીની માહિતી સામે આવી છે. જે અનુસાર બિન હથિયારી PSIમાં 325, હથિયારી અને બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6324, જેલ સિપાહી પુરુષની 678 અને જેલ સિપાહી મહિલામાં 57 સહિત કુલ 8000 જેટલી જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા ઉનાળું પત્યા બાદ શરૂ કરવામાં આવશે તેવું ગૃહમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે.

મીડિયા રિપોર્ટ અનુસાર ગુજરાત હાઈકોર્ટમાં સિવિલ જજ માટે ઢગલાબંધ જગ્યાઓ ખાલી પડી છે. આ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. https://gujarathighcourt.nic.in/ પર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ ગુજરાત હાઈકોર્ટમાં સિવિલ જજ માટે 193 પદ માટે ભરતી કરવામાં આવનારી છે. આ ભરતીની નોટિફિકેશન ગુજરાત હાઈકોર્ટ દ્વારા 06 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી અને આ ભરતી માટે ફોર્મ 15 માર્ચ 2023થી ભરી શકાશે અને અંતિમ તારીખ 14 એપ્રિલ 2023 છે. ઓનલાઈન અરજી https://gujarathighcourt.nic.in/ લિંક પરથી કરી શકાશે.

Related posts

भारतीय दलित साहित्य अकादमी द्वारा संगठन बनाने हेतु अहमदाबाद में मिटिंग का आयोजन

aapnugujarat

વલસાડ ખાણ ખનીજ વિભાગનો સપાટોના ગેરકાયદે ચાલતા 70 જેટલા વાહનો સામે દંડાત્મક કાર્યવાહી

aapnugujarat

વડગામ ધારાસભ્ય મેવાણીનો પહેલા દિનથી જોરદાર સપાટો : પાણીના પ્રશ્ને બનાસકાંઠા કલેકટરને આવેદનપત્ર સુપ્રત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1