Aapnu Gujarat
રમતગમત

દ્રવિડ પર કટાક્ષ : મેં 2 વાર એશિયા કપ જીતાડ્યો : RAVI SHASTRI

જ્યારથી રાહુલ દ્રવિડે ભારતીય ટીમના મુખ્ય કોચનું પદ સંભાળ્યું છે, ત્યારથી 16 મહિના ખૂબ જ કડવાશભર્યા રહ્યા છે. વિગતવાર ચર્ચા કરીએ તો ભારત સુપર હિટ કરતાં વધુ મિસ થયા છે. દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ અને ODI શ્રેણીમાં કારમી હાર, એશિયા કપની ફાઇનલમાં ક્વોલિફાય ન થવું અને T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં 10 વિકેટની હાર દ્રવિડ યુગ માટે સૌથી કડવી હતી. જોકે સકારાત્મક પાસા પર નજર કરીએ તો ભારતે ઘરઆંગણે દરેક શ્રેણી જીતી છે અને ઓસ્ટ્રેલિયા સામે 2-1થી જીત મેળવીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જાળવી રાખી છે.
દ્રવિડ પહેલા ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી હતા. રવિ શાસ્ત્રીએ હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડ સાથેની સરખામણી પર વિવાદાસ્પદ ટિપ્પણી આપી હતી. તેણે કહ્યું કે તેના સમયમાં ટીમ ઈન્ડિયા બે વખત એશિયા કપ વિજેતા રહી હતી. જોકે આ પ્રમાણે જીત દાખવવામાં સમય લાગે છે. તે (રાહુલ દ્રવિડ) પણ સમય લેશે, પરંતુ રાહુલને એક ફાયદો છે કે તે એનસીએમાં હતો, તે A ટીમ સાથે પણ હતો અને હવે તે અહીં પણ છે. મોટાભાગના ખેલાડીઓ તેમના સમયના છે. જેથી કરીને રાહુલને યુવા ખેલાડીઓની સાથે સિનિયરનું કોમ્બિનેશન કેવી રીતે જાળવી રાખવું એની જાણ રહેશે. જોકે આવી રીતે આડકતરો પ્રહાર કરતા રવિ શાસ્ત્રીએ રાહુલ દ્રવિડ પર કટાક્ષ કરી દીધો હતો.

લિજેન્ડ્સ લીગ ક્રિકેટ માસ્ટર્સ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં રવિ શાસ્ત્રીએ ઘણી બાબતો પર પોતાનું નિવેદન આપ્યું હતું. દ્રવિડનો કોન્ટ્રાક્ટ આ વર્ષના વર્લ્ડ કપ સાથે સમાપ્ત થવાનો છે. જોકે માનવામાં આવી રહ્યું છે કે તેમનો કાર્યકાળ વધશે. શાસ્ત્રીએ દ્રવિડને ટેકો આપ્યો અને યાદ અપાવ્યું કે ભારતમાં લોકો માત્ર ટ્રોફી જીતવાની ચિંતા કરે છે. આ સિદ્ધાંતને સમજાવવા માટે, શાસ્ત્રીએ 2016 અને 2018ની યાદોને વાગોળી હતી. જ્યારે ભારતે સતત બે વખત એશિયા કપ જીત્યો હતો.

તેમણે કહ્યું- આપણા દેશમાં ઘણી વસ્તુઓ લાંબા સમય સુધી યાદ નથી રહેતી. જો તમારે જીતવું હોય તો તમારે જીતવું પડશે. અમે મારા કાર્યકાળ દરમિયાન બે એશિયા કપ જીત્યા, પરંતુ કોઈને યાદ નથી. શું કોઈએ એશિયા કપનો ઉલ્લેખ કર્યો? અમે તેને બે વખત જીત્યા છીએ. તેના વિશે કોઈ વાત કરતું નથી. પરંતુ જ્યારે આપણે એશિયા કપમાં હારીએ છીએ ત્યારે તેની ચર્ચા થાય છે. શા માટે? એટલા માટે હું કહું છું કે, પ્રયત્ન હંમેશા હોવો જોઈએ.

Related posts

સ્ટોક્સનો ત્રીજી ટેસ્ટમાં સમાવેશ

aapnugujarat

અશ્વિન મુરલીધરનના ૮૦૦ વિકેટનો રેકોર્ડ તોડી શકે છે

editor

હું અને ધોની મિત્ર નથી, માત્ર ક્રિકેટ પૂરતી જ દોસ્તી હતી : YUVRAJ SINGH

aapnugujarat

Leave a Comment

UA-96247877-1