Aapnu Gujarat
ગુજરાત

મહેસાણામા ૧૨,૮૭૪ હેકટર વિસ્તારમાં ઉનાળુ વાવેતર કરવામાં આવ્યું

મહેસાણાથી અમારા સંવાદદાતા વિનોદ મકવાણા જણાવે છે કે,રવી સિઝન બાદ તમામ વિસ્તારોમાં ઉનાળુ વાવેતર કરવામાં આવ્યું છે. સિંચાઈ માટે નર્મદાનું પાણી સહિતની પિયત માટે સુવિધાઓ ઉપલબ્ધ થતાં ઉનાળુ વાવેતરમાં નોંધપાત્ર વધારો નોંધાવા પામ્યો છે. ઉનાળાની સિઝનમાં વર્ષોથી પશુપાલન પર નભતા ખેડૂતો મહત્તમ વિવિધ ઘાસચારોનું વાવેતર કરતાં હોય છે. આ ઉપરાંત બાજરી, મગફળી તેમજ શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે. આમ, મહેસાણા જિલ્લામાં ૧૨ હજાર હેકટરમાં ઉનાળુ સિઝનમાં વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે.

મહેસાણા જિલ્લામાં સમાવિષ્ટ તમામ ૧૦ તાલુકાઓમાં વિવિધ પાકોનું ખેડૂતોએ ઉનાળુ વાવેતર શરૂ કરી દીધું છે. મહેસાણા જિલ્લામાં ઉનાળુ વાવેતરમાં વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. જે પૈકી ખેડૂતોએ સૌથી વધુ ઉનાળુ બાજરીનું વાવેતર ૨,૮૮૫ હેકટર વિસ્તારમાં કર્યું છે.તે પછી ૩૪૮ હેકટરમાં મગફળી, ૧,૬૪૩ હેકટરમાં શાકભાજી, ૭,૩૮૩ હેકટરમાં ઘાસચારો, ૨૪૮ હેકટરમાં જુવાર, ૧૨૪ હેકટરમાં તાદળજો, ૧૭૩ હેકટરમાં ડાંગર તેમજ ૫ હેકટરમાં ચોળીનું વાવેતર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઉનાળુ સિઝનમાં કરવામાં આવેલા ડાંગર તેમજ તાદળજાનું વાવેતર માત્ર કડી તાલુકામાં જ કરવામાં આવ્યું છે. જ્યારે જુવારનું ૯, વાવેતર માત્ર વિસનગર તાલુકામાં જ નોંધાયું છે.

કડી તાલુકામાં ઉનાળુ સિઝનમાં ખેડૂતોએ વિવિધ પાકોનું વાવેતર ક્યું છે. આ વિસ્તારમાં ઉનાળુ પાકો માટે અનુકુળ જમીન તેમજ વાતાવરણ ૨ ઉપરાંત નર્મદા નહેર સહિતની પાણી માટેની સુવિધાના પરિણામે નોંધપાત્ર ટે પ્રમાણમાં ઉનાળુ વાવેતર કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં મહત્તમ રે ઉનાળાની સિઝનમાં ડાંગર, બાજરી, શાકભાજી, ઘાસચારો, તાંદળજો મળી કુલ ૩૬૨૨ હેકટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે.

Related posts

ગોધરા વાલ્મિકી સમાજ દ્વારા હાથરસના આરોપીઓને ફાંસીની સજાની માંગ સાથે આવેદનપત્ર સોંપાયું

editor

મુખ્યમંત્રી રૂપાણીએ દાહોદનાં કંથાગર ગામે તળાવ ઉંડા કરવાનાં કામનો પ્રારંભ કરાવ્યો

aapnugujarat

વિજાપુર કોંગ્રેસ દ્વારા સરકાર સામે ધરણા

editor

Leave a Comment

UA-96247877-1