Aapnu Gujarat
ગુજરાત

ડભોઇ નગરપાલિકાના મહિલા પ્રમુખ તરીકે કાજલ બેન દુલાણીની વરણી

ડભોઈથી અમારા સંવાદદાતા વિકાસ ચતુર્વેદી જણાવે છે કે,ડભોઇ નગરપાલિકા માં ભારતીય જનતા પાર્ટી 21 સીટ સાથે બહુમતી મેળવી હતી .જયારે કૉંગ્રેસ 14 સીટ મેળવી વિરોધ પક્ષ ની ભૂમિકા માં બેઠું છે.ભારતીય જનતા પાર્ટી દ્વારા બંધ કવર મેન્ડેટ માં પક્ષ ના વ્હીપ સાથે પ્રમુખ તરીકે કાજલબેન સંજયભાઈ દુલાણી અને ઉપપ્રમુખ તરીકે મિતેશ પટેલ નું નામ રાખતા સર્વસંમતિ થી 21 વોટ સાથે કાજલબેન ને પ્રમુખ તથા મિતેશભાઈ પટેલ ને ઉપપ્રમુખ તરીકે ચૂંટ્યા હતા.કાજલબેન દુલાણી ડભોઇ ના ઇતિહાસ માં સિંધી સમાજ માં થી પ્રથમ મહિલા પ્રમુખ બનતા સમસ્ત સિંધી સમાજ દ્વારા તેઓનું ફુલહાર કરી સ્વાગત કર્યું હતું.

આ સાથે જ ડભોઇ ના ધારાસભ્ય શ્રી શૈલેશભાઈ મહેતા એ ઉપસ્થિત રહી નગરપાલિકા ના પ્રમુખ ઉપપ્રમુખ નું અભિવાદન કરી શુભેચ્છા પાઠવી હતી.આ સાથે જ કારોબારી કમિટી ના ચેરમેન તરીકે વિશાલ શાહ, પક્ષ પ્રમુખ બીરેન શાહ, જયારે દંડક તરીકે મનોજકુમાર પટેલ ના નામ પર પક્ષ દ્વારા મહોર લગાવવામાં આવી હતી. એવો એ પોતાનું પદ સ્વીકારી ને નગરપાલિકાના પ્રાંગણ માં પ્રવેશ કરી પ્રમુખ , ઉપપ્રમુખે કારોબારી ચેરમેન અને પોતાના પદ ગ્રહણ કર્યા હતા.

Related posts

અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય કેસોમાં વધારો

aapnugujarat

ઠક્કરનગર વિસ્તારમાં આવેલ અંબિકા પેટ્રોલપંપનાં કર્મચારીએ બોટલમાં પેટ્રોલ ન આપતાં ત્રણ શખ્સોએ ઢોર માર માર્યો

aapnugujarat

કુબેરનગરમાં પરિણીતાના મોંઢા પર પ્રેમીએ છરીના ઘા ઝીંકયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1