Aapnu Gujarat
બિઝનેસ

પબ્લિક સેક્ટર બેંકોની સંખ્યા ઘટી ૧૨ કરવામાં આવી શકે

સરકાર ત્રણથી ચાર વૈશ્વિક કદની બેંકો સ્થાપિત કરવાની યોજના સાથે આગળ વધી રહી છે ત્યારે જાહેર ક્ષેત્રની બેંકોની સંખ્યા ઘટાડીને ૧૦થી ૧૨ સુધી કરી દેવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. સમગ્ર ઘટનાક્રમ ઉપર નજર રાખી રહેલા જાણકાર લોકોનું કહેવું છે કે, ૨૧ જાહેર ક્ષેત્રની બેંકોને મજબૂત કરીને ૧૦-૧૨ બેંકોમાં ફેરવી દેવામાં આવશે. ત્રિસ્તરીય માળખાના ભાગરુપે એસબીઆઈના કદની ઓછામાં ઓછી ૩-૪ બેંકો ઉભી કરવામાં આવનાર છે. પંજાબ અને સિંધ બેંક અને આંધ્ર બેંક જેવી કેટલીક પ્રદેશ આધારિત બેંકો સ્વતંત્રરીતે કામ કરતી રહેશે જ્યારે મધ્યમ કદની કેટલીક બેંકો પણ સહઅસ્તિત્વ સાથે રહેશે. ગયા મહિનામાં જ નાણામંત્રી અરુણ જેટલી કહી ચુક્યા છે કે, સરકાર જાહેર ક્ષેત્રની બેંકોની સ્થિતિને વધુ મજબૂત કરવા ઉપર કામ કરી રહી છે પરંતુ એ વખતે જેટલીએ જાહેર ક્ષેત્રની બેંકોની સંખ્યામાં ઘટાડાને લઇને કોઇ વાત કરી ન હતી. કારણ કે આ મામલે કોઇપણ જાહેરાત કર્મચારીઓમાં નારાજગી ફેલાવી શકે છે. એસબીઆઇના મર્જરને સફળતા મળ્યા બાદ નાણામંત્રાલય વર્તમાન નાણાંકીય વર્ષ સુધી આવી અન્ય દરખાસ્તોને મંજુરી આપવા તૈયારી કરી રહી છે. જો બેડલોનની સ્થિતિ કાબૂમાં આવી જશે તો ઝડપથી મંજુરી અપાશે.

Related posts

सोना 125 रुपए चमका, चांदी में 100 रुपए की गिरावट

aapnugujarat

એર ઈન્ડિયાના ડીસઈન્વેસ્ટમેન્ટ માટે ત્રણ વિકલ્પો પર વિચાર કરતી સરકાર

aapnugujarat

આઇટી પોર્ટલની તમામ ખામીઓ દૂર કરવા ઇન્ફોસિસને નાણા પ્રધાનનું ફરમાન

editor

Leave a Comment

UA-96247877-1