Aapnu Gujarat
બિઝનેસ

કુલ ૯ કંપનીઓની મૂડીમાં ૬૮,૭૫૪ કરોડનો વધારો

શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન દસ કંપનીઓ પૈકીની નવ કંપનીઓની માર્કેટ મુડીમાં ઉલ્લેખનીય રીતે વધારો થયો છે. નવ કંપનીઓની માર્કેટ મુડી સંયુક્તરીતે ૬૭૭૫૪.૫૩ કરોડનો વધારો થયો છે. આરઆઇએલ અને ટીસીએસની માર્કેટ મુડીમાં સૌથી વધારે વધારો છેલ્લા સપ્તાહમાં થયો છે. શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન એકમાત્ર ઓએનજીસીની માર્કેટ મુડીમાં ઘટાડો થયો હતો. જે કંપનીઓની માર્કેટ મુડીમાં વધારો થયો છે તેમાં એચડીએફસી બેંક, આઇટીસી, એચડીએફસી, એસબીઆઇ, હિન્દુસ્તાન યુનિલીવર, મારૂતિ સુઝુકી ઇન્ડિયા અને ઇન્ફોસીસનો સમાવેશ થાય છે. આરઆઇએલની માર્કેટ મુડી સૌથી વધારે ૧૩૧૧૩.૬૫ કરોડ વધી ૪૯૭૮૫૭.૦૭ સુધી પહોંચી ગઇ છે. આઇટીની મોટી કંપની ટીસીએસની માર્કેટ મુડી૧૨૭૪૯.૧૬ કરોડ વધીને ૪૫૯૧૯૯.૩૧ કરોડ સુધી પહોંચી ગઇ છે. એસબીઆઇએ તેની માર્કટ મુડી ૯૮૪૦.૫૪ કરોડ સુધી વધીને ૨૫૧૭૧૦.૫૯ કરોડ સુધી પહોંચી ગઇ છે. એચયુએલની માર્કેટ મુડી ૯૦૭૯.૯૩ કરોડ વધીને ૨૪૬૬૮૪.૦૨ કરોડ સુધી પહોંચી ગઇ છે. ઇન્ફોસીસની માર્કેટ મુડી ૮૨૮૦.૪૯ કરોડ વધીને ૨૨૩૨૭૪.૫૧ કરોડ સુધી પહોંચી ગઇ છે. એચડીએફસી બેંકની માર્કેટ મુડી ૪૦૨૮.૧૩ કરોડ વધીને ૪૩૨૬૬૯.૭૯ કરોડ પહોચી ગઇ છ. મારૂતિ સુઝુકીમાં ૩૮૫૩.૦૩ કરોડનો વધારો થયો છે જેથી તેની માર્કેટ મુડી વધીને ૨૨૮૨૭૫.૮૬ કરોડ સુધી પહોચી ગઇ છે. આઇટીસી અને એચડીએફસીની માર્કેટ મુડીમાં ક્રમશ ૩૭૬૭.૧૭ કરોડ અને ૩૦૪૨.૪૩ કરોડનો વધારો થયો છે. છેલ્લા સપ્તાહમાં એકમાત્ર ઓએનજીસીની માર્કેટ મુડીમાં ૧૪૧૧.૬૬ કરોડનો ઘટાડો થયો છે. તેની તેની માર્કેટ મુડી ઘટીને હવે ૨૦૩૪૭૦.૯૪ કરોડ થઇ ગઇ છે. માર્કેટ મુડીની દ્રષ્ટિએ ટોપ ૧૦ કંપનીઓની વાત કરવામાં આવે તો આરઆઇએલ પ્રથમ ક્રમાંક પર અકબંધ છે. જ્યારે ટીસીએસ બીજા ક્રમાંક પર છે. છેલ્લા સપ્તાહમાં બન્ને ઇન્ડેક્સ સેંસેક્સ અને નિફ્ટી ક્રમશ ૬૬૦ પોઇન્ટ અને ૨૨૧ પોઇન્ટનો ઉછાળો નોંધાયો છે. હવે આવતીકાલથી શરૂ થતા નવા કારોબારી સેશનમાં કંપનીઓ વચ્ચે માર્કેટ મુડી વધારી દેવા માટે તીવ્ર સ્પર્ધા થનાર છે.

Related posts

जीएसटी पर छूट का फायदा नहीं देते बिल्डर्स पर संकजा

aapnugujarat

ટિ્‌વટરનો યુ-ટર્ન, સીઈઓ સંસદીય સમિતિ સમક્ષ હાજર રહેશે

aapnugujarat

चीन से आयात घटाने को कई क्षेत्रों में विनिर्माण बढ़ाने की तैयारी : गडकरी

editor

Leave a Comment

UA-96247877-1