કેન્દ્ર સરકાર એર ઈન્ડિયાના ડીસઈન્વેસ્ટમેન્ટ માટે ત્રણ વિકલ્પો પર વિચાર કરી રહી છે. જેમાં એર ઈન્ડિયા એરલાઈન્સ કંપનીના ૪૯ ટકા શેર પોતાની પાસે રાખવાનો વિકલ્પ પણ સામેલ છે. ખરેખર રીતે એ વાત નક્કી છે કે એર ઈન્ડિયાના વેચાણને આકર્ષક બનાવવા માટે તેના દેવાનો મોટા ભાગનો હિસ્સો સરકારે પોતે ઉઠાવવો પડશે.સુત્રોના કહેવા પ્રમાણે સતત નુકશાન ભોગવી રહેલ એર ઈન્ડિયા પુરી રીતે વેચી નાંખવાની ભલામણ કરાઈ છે. જો કે બીજો વિકલ્પ મારૂતી મોડલ અપનાવવાનો છે. જે અનુસાર સરકાર ૫૦ ટકાથી વધારે શેર સુઝુકી ને આપ્યા હતા, તેના બદલામાં સરકારને પ્રિમિયમ મળી ગયું. પછી સરકારે પબ્લિક ઈસ્યુ દ્વારા પોતાનો હિસ્સો ઘટાડ્યો હતો. મારૂતીમાં સરકારી શેરનો એક હિસ્સો લીલામી પ્રક્રિયા દ્વારા દેશની બેંકો અને નાણાકીય સંસ્થાઓને વેચ્યો હતો.દુનિયામાં કેટલાક દેશોની સરકારોએ તેમની પોતાની એરલાઈન્સમાંથી હાથ પાછા ખેંચી લીધા, તેમણે પોતાના શેરનો મોટો હિસ્સો પબ્લિકને ઓફર કરી દીધો હતો. એર ઈન્ડિયાના ડિસઈન્વેસ્ટમેન્ટની ચર્ચા હાલ ગરમાઈ છે. નીતિ આયોગે સરકારેને એર ઈન્ડિયાના દેવાને રાઈટ ઓફ કરવાની સાથે સાથે તેની ૧૦૦ ટકા હિસ્સેદારી વેચી નાંખવાનો ભલામણ કરી છે. નાણાપ્રધાન અરૂણ જેટલીએ આયોગના આ વિચારને સમર્થન આપ્યું છે. અને તે મુદ્દા પર તેમણે એક વખત નાગરિક ઉડ્ડયનપ્રધાન એ ગણપતિ રાજુ સાથે વાતચીત પણ કરી છે.
જાણવા મળ્યા મુજબ હવે ડીસઈન્વેસ્ટમેન્ટની પ્રક્રિયામાં તેજી આવશે. કેન્દ્રીય કેબિનેટ સામે કોઈ દરખાસ્ત મુક્યા પગેલા વિકલ્પો પર વિચાર કરવામાં આવે છે. અને ઝડપથી નિર્ણય પણ લઈ શકાય છે. પરંતુ આ દરખાસ્ત કેબિનેટમાં જતા પહેલા સિવિલ એવિયેશન મંત્રાલયે તે નક્કી કરવાનું છે કે કોઈ વિદેશી એરલાઈન્સને એર ઈન્ડિયામાં ૫૦ ટકાથી વધુ હિસ્સેદારી ખરીદવાની મંજૂરી આપવી જોઈએ કે નહી. કતર એરવેઝ ભારતમાં સ્થાનિક એરલાઈન્સની ઈચ્છા પહેલા રજૂ કરી ચુકી છે. જો કે તેણે સ્ટાર્ટઅપ માટે કોઈ અરજી કરી નથી.વીતેલા વર્ષે જૂનમાં મોદી સરકારે વિદેશી કંપનીઓને ભારતીય એરલાઈન્સ કંપનીઓને પુરેપુરો માલિકીનો હક્ક રાખવાની મંજૂરી આપી દીધી હતી. જો કે વિદેશી એરલાઈન્સ કંપનીઓએ ભારતની એરલાઈન કંપનીઓમાં પોતાનો હિસ્સો ૪૯ ટકા સુધી મર્યાદિત રાખવો પડશે. બાકીના ૫૧ ટકા હિસ્સો તેઓ સોવરેન વેલ્થ ફંડ અથવા તો સંસ્થાકીય રોકાણકારો જેવા વિદેશી ભાગીદાર પસંદ કરી શકે છે, પણ ભારતીય ભાગીદાર નહી.હાલમાં સરકાર એર ઈન્ડિયાના ડીસઈન્વેસ્ટમેન્ટ માટે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિચાર કરી રહી છે. આ ડીલમાં નાણાકીય રીતે તેને કઈ રૂપ-રેખા આપવી જોઈએ અને શું સરકારે કેટલાક શેર રાખવા જોઈએ કે નહી. એર ઈન્ડિયા અને તેની સહાયક બે કંપનીઓની સંપત્તિઓનો લાભ કેવી રીતે લેવાય અને એર ઈન્ડિયાના કર્મચારીઓના ભવિષ્યનું શુ થશે. આ મુદ્દાઓ પણ મહત્વપૂર્ણ છે.