Aapnu Gujarat
રાષ્ટ્રીય

ડિફેન્સ પ્રોજેક્ટ માટે ૨૭ લાખ કરોડની જરૂર છે : સશસ્ત્ર દળ

ચીન અને પાકિસ્તાનના ખતરાને પહોંચી વળવા માટે અને ભારતીય હિતોના વિસ્તાર માટે સેનાઓના આધુનિકીકરણની જરૂર દેખાઈ રહી છે. આન ધ્યાનમાં લઇને સશસ્ત્ર દળોને સરકાર પાસેથી આગામી પાંચ વર્ષમાં ૨૬.૮૪ લાખ કરોડ રૂપિયાની ફાળવણીની માંગ કરવામાં આવી છે. ડિફેન્સ પ્રોજેક્ટ માટે પાંચ વર્ષમાં ૨૭ લાખ કરોડ રૂપિયાની ઇચ્છા સશસ્ત્ર દળો રાખે છે. સંરક્ષણ મંત્રાલયના સૂત્રોના કહેવા મુજબ ૧૦મીથી ૧૧મી જુલાઈના દિવસે યુનિફાઈડ કમાન્ડ કોન્ફરન્સની બેઠક યોજાઈ હતી જેમાં પાંચ વર્ષના ગાળા દરમિયાન સંરક્ષણ યોજના રજૂ કરાઈ હતી. આ આંકડો ૨૬૮૩૯૨૪ કરોડ રૂપિયાનો છે. આમા ડીઆરડીઓ સહિત તમામ હિતરક્ષકોને ધ્યાનમાં લેવાયા છે. સંરક્ષણ દળોએ ૧૩મી યોજનાને વહેલીતકે મંજુર કરવા ઉપર ભાર મુક્યો છે. કારણ કે તેમના વાર્ષિક અધિગ્રહણ પ્લાન તેના ઉપર આધારિત છે. સંરક્ષણ દળોએ સંરક્ષણ બજેટમાં જંગી વધારાની માંગ એવા સમયે કરી છે જ્યારે સિક્કિમમાં ચીનની સાથે ખેંચતાણની સ્થિતિ છે. એલઓસી પર પાકિસ્તાનની સાથે દરરોજ ખેંચતાણ ચાલી રહી છે. ગોળીબારનો દોર જારી રહ્યો છે. બેઠકને સંબોધતા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે, આધુનિકીકરણ ઉપર મૂડીરોકાણને પ્રાથમિકતા અપાશે. વર્તમાન સમયમાં ભારતનું સંરક્ષણ બજેટ ૨.૭૪ લાખ કરોડ છે જે જીડીપીના ૧.૫૬ ટકા છે. ૧૯૬૨માં ચીનની સામે યુદ્ધ બાદ આ લઘુત્તમ આંકડો છે. સેના ઇચ્છે છે કે સંરક્ષણ બજેટને વધારીને જીડીપીના બે ટકા સુધી કરવામાં આવે. ૧૩મી સંરક્ષણ યોજના મુજબ જંગી ખર્ચની યોજના તૈયાર કરાઈ છે. ચીન ઉપર બાજ નજર રાખીને પ્લાનમાં આંદામાન અને નિકોબાર કમાન્ડના ક્ષમતા વિકાસ માટે અલગ વાત કરાઈ છે. જેની રચના ઓક્ટોબર ૨૦૦૧માં કરવામાં આવી હતી.

Related posts

Complete Kaleshwaram Lift Irrigation Project and Sriram Sagar Project rejuvenation works at earliest : KCR

aapnugujarat

ભાજપ સાથે ગઠબંધન માટે ટીઆરએસ તૈયાર થઈ શકે

aapnugujarat

જાપાન, અમેરિકા, ભારતનો મતલબ જીત થાય છે : મોદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1