Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારતાજા સમાચાર

પાક. દ્વારા કુલભૂષણના માતાને વિઝા આપવા માટે સક્રિય તૈયારી

પાકિસ્તાનમાં મૃત્યુદંડની સજાનો સામનો કરી રહેલા ભારતીય નાગરિક કુલભૂષણ જાદવની માતાને વિઝા આપવાના મુદ્દા ઉપર પાકિસ્તાન સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. જાસુસીના આરોપસર કુલભૂષણને પાકિસ્તાનમાં ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. પાકિસ્તાની મિડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ભારત સરકારની વિનંતી બાદ પાકિસ્તાન દ્વારા જાધવની માતાને વિઝા આપવા વિચારણા કરાઈ રહી છે. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે સોમવારે કહ્યું હતું કે, પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફના વિદેશી બાબતોના સલાહકાર સરતાઝ અઝીઝ દ્વારા શા માટે તેમની ભલામણ તરફ ધ્યાન અપાઈ રહ્યું નથી તે વાત સમજાતી નથી. ૪૬ વર્ષીય જાધવને જાસુસીના આરોપસર પાકિસ્તાની સેનાની કોર્ટ દ્વારા મૃત્યુદંડની સજા કરવામાં આવી હતી. ૧૮મી મેના દિવસે ઇન્ટરનેશનલ કોર્ટે જાધવની ફાંસી ઉપર સ્ટે મુક્યો હતો અને આખરે ભારતની વિનંતી સ્વિકારી હતી અને મદદ કરવાની વાત સ્વીકારવા પાકને સૂચન કર્યું હતું.

Related posts

મરાઠા અનામત : તંગદિલી હજુ યથાવત

aapnugujarat

ભૂતપૂર્વ મિસ યુનિવર્સનો એલિસિયા મચાડોનો દાવો, ટ્રમ્પે શારીરિક સંબંધો માટે કર્યો હતો પ્રયાસ

aapnugujarat

ભારતને ઘેરવા પાક.માં લશ્કરી મથક બનાવી રહ્યું છે ચીન : વ્હાઈટ હાઉસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1