Aapnu Gujarat
ગુજરાત

બીઆરટીએસ કોરિડોરમાં વાહન ચલાવનારને ૨૦૦૦થી ૩૦૦૦નો દંડ

જો તમે બીઆરટીએસ રૂટમાંથી વાહન લઈને પસાર થઇ રહ્યા છો તો સાવધાન થઇ જજો, કેમ કે ટ્રાફિક પોલીસે બીઆરટીએસ કોરિડોરમાં વાહન ચલાવનારને ૨૦૦૦થી ૩૦૦૦નો દંડ ફટકારવાનું શરૂ કરી દીધું છે. શહેરનાં બીઆરટીએસ ટ્રેકમાં આડેધડ ઘૂસી જતાં અન્ય વાહનોની સમસ્યા એટલી વકરી છે કે છેવટે બીઆરટીએસને દરેક સ્ટેન્ડ પર સીસીટીવી કેમેરા લગાવી દેવાની ફરજ પડી છે.સામાન્ય માર્ગો પર ટ્રાફીકનાં નિયમોનો ભંગ કરનારને જેમ હાલ ઈ-મેમો મળી રહ્યાં છે. તેવી જ રીતે બીઆરટીએસ રૂટ ઉપર વાહન ચલાવનારા વ્યક્તિને પણ આગામી દિવસોમાં ઈ-મેમો મોકલવામાં આવશે. સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરનાં તમામ ૧૫૮ બીઆરટીએસ બસસ્ટેશન પર પીટીઝેડ  કેમેરા લગાવવામાં આવી રહ્યાં છે. હાલ પ્રાયોગિક ધોરણે કેટલાક બીઆરટીએસ બસસ્ટેશન પર આ કેમરા લગાવવામાં આવ્યા છે.પીટીઝેડ  કેમરાની સાથોસાથ દરેકબીઆરટીએસ બસસ્ટેશનની અંદર ૨ સીસીટીવી પણ લગાવવામાં આવશે. મુસાફરોની આવન- જાવન અને બીઆરટીએસના સ્ટાફની કામગીરી પર સીસીટીવી નજર રાખશે. જ્યારે બીઆરટીએસ બસની ગતિ અને બસનાં ડ્રાઈવરની સ્થિતિ પર પીટીઝેડ  કેમરા નજર રાખશે. ઉપરાંત બીઆરટીએસ રૂટ ઉપર ચાલતા અન્ય વાહનોની તસવીર પીટીઝેડ  કેદ કરશે. તેના પરથી ટ્રાફિક શાખા જે તે વ્યક્તિને ઈ-મેમો મોકલીને દંડનાત્મક કામગીરી કરશે.ઘણા દાદાગીરી કરીને ઘૂસી જાય છે તો કેટલીક વખત તો પોલીસ ટ્રાફિક જામની સ્થિતિમાં વાહનોને બીઆરટીએસ રૂટમાં વાળી દે છે, જેના કારણે બેફામ વાહનચાલકો પોતાની મનમાની કરીને બીઆરટીએસ કોરિડોરમાં વાહન ઘુસાડી દેતા હોય છે, જે ભયંકર અકસ્માત સર્જે છે ત્યારે હવે આ પ્રકારની સમસ્યા દૂર કરવા માટે બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં અંદર-બહાર એમ ચાર સીસીટીવી કેમેરા લગાવી દેવાયા છે.હાલમાં અમદાવાદ શહેરમાં બીઆરટીએસ રૂટમાં ૬૦૦ જેટલા સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે તેમાંથી બીઆરટીએસના ઘણા રૂટમાં સીસીટીવી લાગી ચૂક્યા છે. આ પ્રોજેક્ટ મ્યુનિસિપલ કોર્પોરેશનના જનમાર્ગ વિભાગમાંથી બીઆરટીએસ કન્ટ્રોલરૂમ અને ટ્રાફિક પોલીસ કન્ટ્રોલરૂમ સાથે જોડવામાં આવ્યો છે.જેના આધારે ખાનગી વાહનચાલકોની નંબર પ્લેટના વીડિયો ફૂટેજ ટ્રાફિક પોલીસ જોઇ શકશે. સર્વેલન્સમાં આવતાં તમામ વાહનચાલકોને તેમના ફોટા અને દંડની રકમ સાથેનો ઈ-મેમો તેમના ઘેર મોકલી આપવામાં આવે છે.

Related posts

હનુમાન જયંતિના દિવસે કરો આ 5 કામ, દૂર થશે જીવનના દરેક સંકટ!

aapnugujarat

विकास किसने किया चुनाव के समय में निर्णय करे : शाह

aapnugujarat

ઇશરત કેસ : જાવેદ શેખના પિતા ગોપીનાથનું મોત થયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1