Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં અડધો અડધ વાવણીનું કામ પૂરું

ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષ કરતાં આ વખતે અત્યાર સુધીમાં વરસાદ સારો પડી ચૂકયો છે. હજુ આગામી દિવસોમાં સારા વરસાદની શકયતા વ્યક્ત કરાઈ છે. આથી ખેડૂતોએ સારા વરસાદની આશાએ ખરીફ સીઝનમાં અત્યાર સુધીમાં ૫૦ ટકા વાવેતર એટલે કે અડધું થઇ ગયું છે.
મગફળીમાં ૯૩ ટકા અને કપાસમાં ૭૩ ટકા વાવેતર થઇ ગયું છે. આવી જ રીતે કઠોળમાં ૪૫ ટકા, તેલિબિયામાં ૬૧ ટકા, અને ધાન્ય પાકોમાં ૩૩ ટકા વાવેતર કરાયું છે. નિષ્ણાતોના મતે આ બંને પાકમાં રેકર્ડબ્રેક વાવેતરની શકયતા છે.ખેડૂતોએ મોટાપાયે વાવણી શરૂ કરી દીધી છે.
ગુજરાતમાં ચોમાસા દરમ્યાન સરેરાશ કુલ ૮૫.૭૬ લાખ હેકટરમાં વાવેતર થાય છે. ગયા વર્ષે ૧૦મી જુલાઇ ૨૦૧૬ સુધીમાં ૩૨ લાખ હેકટર વાવેતર થયું હતું. તેની સરખામણીમાં આ વખતે ૧૦મી જુલાઈ ૨૦૧૭ સુધીમાં ૪૫.૭૪ લાખ હેકટરમાં વાવેતર પૂરું થઇ ગયું છે. એટલે કે કુલ વાવેતર વિસ્તાર પૈકી ૫૩.૩૩ ટકા વિસ્તારમાં વાવણી કાર્ય સંપન્ન થઇ ચૂકયું છે.રાજ્યમાં કુલ ૧૩.૮૭ લાખ હેકટરમાં મગફળી અને ૨૭.૨૫ લાખ હેકટર જમીનમાં કપાસનું વાવેતર થયું છે. આ વખતે અત્યાર સુધીમં ૧૨.૮૭ લાખ હેકટરમાં એટલે કે ૯૩ ટકા વિસ્તારમાં મગફળી અને ૧.૯૦ લાખ હેકટરમાં એટલે કે ૭૩ ટકા વિસ્તારમાં કપાસનું વાવેતર થઇ ગયું છે.રાજ્યમાં ધાન્ય પાકોની વાત કરીએ તો સરેરાશ કુલ ૧૩.૩૩ લાખ હેકટરમાં થાય છે. તેમાંથી અત્યાર સુધીમાં ૪.૪૧ ટકા એટલે કે ૩૩.૨૧ ટકા વિસ્તારમાં વાવેતર થયું છે. એવી જ રીતે કઠોળનું કુલ સરેરાશ વાવેતર ૫.૨૧ લાખ હેકટરમાં થયું છે.

Related posts

गुजरात में हर रोज एक हजार लोगों को काट रहे है कुत्ते

aapnugujarat

હાર્દિક, અલ્પેશ , જિગ્નેશથી કોંગ્રેસને ફાયદો નહીં જ થાય

aapnugujarat

કોરોનાની ભયવાહક સ્થિતિ,રાજકોટ અને જામનગરમાં બે દિવસમાં ૨૦૪ના મોત

editor

Leave a Comment

UA-96247877-1