Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ભૂતપૂર્વ મિસ યુનિવર્સનો એલિસિયા મચાડોનો દાવો, ટ્રમ્પે શારીરિક સંબંધો માટે કર્યો હતો પ્રયાસ

ભૂતપૂર્વ મિસ યુનિવર્સ એલિસિયા મચાડોએ દાવો કર્યો છે કે, પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તેની સાથે શારિરીક સંબંધો બાંધવાના પ્રયાસ કર્યા હતા. વેનેઝૂએલાની એક્સ બ્યુટીએ કહ્યું કે, તે યુએસ પ્રેસિડન્ટને ખૂબ જ સારી રીતે ઓળખે છે, પરંતુ તેની ઓફરને એલિસિયાએ નકારી દીધી હતી. અમેરિકન સ્પેનિશ-લેંગ્વેજના એક શો દરમિયાન મિસ યુનિવર્સે કહ્યું કે, તે ટ્રમ્પની ’ગિનિ પિગ’ તરીકે ઓળખાતી હતી. એલિસિયા મચાડોએ ૧૯૯૬માં મિસ વેનેઝૂએલાનું ટાઇટલ જીત્યું હતું. ત્યારબાદના વર્ષે ટ્રમ્પની મિસ યુનિવર્સ ઓર્ગેનાઇઝેશનની તે ગિનિ પિગ બની ગઇ.એસિલિયાએ શોમાં કહ્યું કે, તે હાલના સમયમાં બ્યુટી કોમ્પિટિશનમાં સાઇન કરાવવામાં આવતા કોન્ટ્રાક્ટની વિરોધી છે.
ટ્રમ્પને ખૂબ જ સારી રીતે ઓળખવાના દાવા અનુસાર, શું તે ટ્રમ્પની સાથે ગાઢ સંબંધો ધરાવતી હતી? આ સવાલના જવાબમાં એલિસિયાએ કહ્યું કે, ’ના હું તેઓને એક વ્યક્તિ તરીકે ઓળખતી હતી. આ મારી જીવનનો સૌથી ખરાબ અનુભવ છે.’
શું ટ્રમ્પે ક્યારેય શારિરીક સંબંધો બાંધવાના પ્રયાસ કર્યા હતા? એલિસિયાએ જવાબમાં કહ્યું કે, હા તેઓએ અનેક વખત સંબંધો બાંધવાના પ્રયાસ કર્યા હતા.ડોનાલ્ડ ટ્રમ્પ અને એલિસિયા મચાડો યુએસ પ્રેસિડન્ટ ઇલેક્શન દરમિયાન સામસામે આવી ગયા હતા. કારણ કે, એલિયિસાએ ડેમોક્રેટ કેન્ડિડેટ હિલેરી ક્લિન્ટનને સપોર્ટ કર્યો હતો.૪૧ વર્ષીય એલિસિયા હવે યુએસની સિટિઝનશિપ ધરાવે છે. ટેલિવિઝનમાં શોમાં તેણે કહ્યું કે, ટ્રમ્પે તેને ’મિસ પિગિ’ કહીને સંબોધી હતી. મિસ યુનિવર્સ ટાઇટલ બાદ તેનું વજન વધી ગયું હતું. જ્યારે ’મિસ હાઉસકિપિંગ’ કહીને પણ તેને બોલાવવામાં આવતી કારણ કે તે વેનેઝૂએલામાં જન્મી છે.
એલિસિયાએ ટ્રમ્પને રંગભેદવાળા વ્યક્તિ કહ્યા હતા. એલિસિયાએ કહ્યું કે, મને ઇટિંગ ડિસ્‌ઓર્ડર થઇ ગયું કારણ કે ’પાવરફૂલ વ્યક્તિ’ (ટ્રમ્પ)એ મને મેદસ્વિ કહી હતી.ટ્રમ્પે મચાડોને સૌથી ખરાબ મિસ યુનિવર્સ ગણાવી હતી અને તેને એટિટ્યૂડ પ્રોબ્લેમ છે તેવું પણ કહ્યું હતું.

Related posts

अमेरिकी संसद में नया इमीग्रेशन बिल पेश

editor

અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ પ્રદર્શનકારીઓ સામે કર્યો ગોળીબાર

editor

લંડનમાં ભારતનો રાષ્ટ્રધ્વજ સળગાવવાની ઘટનાને લઈને બ્રિટને અફસોસ વ્યક્ત કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1