Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

લંડનમાં ભારતનો રાષ્ટ્રધ્વજ સળગાવવાની ઘટનાને લઈને બ્રિટને અફસોસ વ્યક્ત કર્યો

લંડનમાં ગણતંત્ર દિવસ પર ભારતીય ઉચ્ચાયોગ બહાર અલગાવવાદી સંગઠનો દ્વારા કરવામાં આવેલા એક પ્રદર્શન દરમિયાન ભારતનો રાષ્ટ્રધ્વજ સળગાવવામાં આવ્યાના સમાચારોને લઈને બ્રિટનની સરકારે સોમવારે અફસોસ વ્યક્ત કર્યો હતો. વિદેશ તેમજ રાષ્ટ્ર મંડળ કાર્યાલયે જણાવ્યું કે અલગાવવાદી સંગઠનો દ્વારા કરવામાં આવેલા આ પ્રકારના કૃત્યથી તેઓ નિરાશ છે.સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે જણાવ્યું કે તેઓ આ ઘટના માટે જવાબદાર પરિસ્થિતીઓ મામલે તપાસ કરી રહ્યા છે. એફસીઓ પ્રવક્તાએ જણાવ્યું કે અમે એ વાતને લઈને નિરાશ છીએ કે કોઈએ ભારતીય રાષ્ટ્રધ્વજ સળગાવવા જેવું કૃત્ય કર્યું. પ્રવક્તાએ કહ્યું કે અમે ભારતને ગણતંત્ર દિવસ પર શુભકામનાઓ આપીએ છીએ અને પોતાના સંબંધોને પ્રગાઢ કરવાની આશા કરીએ છીએ. અમે યૂરોપીય સંઘથી બહાર નીકળવાના છીએ અને વિશ્વના મહત્વના દેશો સાથે નવી ભાગીદારી કરવાના છીએ.ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી વિરોધી અને ભારત વિરોધી નારા લગાવવા માટે કેટલાક બ્રિટિશ શીખ અને કાશ્મીરી સંગઠનોના કાર્યકર્તાઓનું એક સમૂહ મધ્ય લંડનમાં શનિવારના રોજ ઈન્ડિયા હાઉસ બહાર એકત્ર થયું હતું. ભારતીય અધિકારિઓએ એ વાતની પુષ્ટી કરી છે કે મેટ્રોપોલિટન પોલીસને પ્રદર્શનની યોજના મામલે અવગત કરાવવામાં આવ્યા હતા. પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓ કેમેરામાં ભારતનો રાષ્ટ્રધ્વજ સળગાવતા કેદ થયા છે.મેટ્રોપોલિટન પોલીસે પોતાના એક નિવેદનમાં કહ્યું કે કોઈ ધરપકડ નથી થઈ. કોઈ પ્રકારનું અપરાધિક કાર્ય થયું હોય તે મામલે કોઈ રિપોર્ટ નોંધાવવામાં નથી આવ્યો. અમે સોશિયલ મીડિયા પર આવેલા એક વીડિયોથી અવગત છીએ જે ૨૬ જાન્યુઆરીના રોજ ઈન્ડિયા હાઉસ બહાર થયેલા પ્રદર્શનનો છે. અમે આ મામલે તપાસ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એફસીઓના પ્રવક્તાએ કહ્યું કે અમે રાષ્ટ્રધ્વજ સળગાવનારા લોકોને માફ નહી કરીએ.

Related posts

ट्रंप प्रशासन का बड़ा फैसला : बिना लक्षण वालों को भी कराना होगा कोरोना परीक्षण

editor

अमेरिका-चीन अगले चरण की व्यापार वार्ता के लिए सहमत

aapnugujarat

અમેરિકાના અલબામામાં વાવાઝોડું, ૨૨ના મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1