Aapnu Gujarat
રાષ્ટ્રીય

ડ્રગ્સની હેરાફેરી કરતો નાસાનો પૂર્વ સાયન્ટિસ્ટ સિકંદરાબાદથી પકડાયો

નશીલા પદાર્થોના ધંધામાં સંડોવાયેલા લોકોને પકડવા માટેના પ્રયાસોને ચાલુ રાખીને દારૃબંધી અને આબકારી જકાત વિભાગના અધિકારીઓએ કેફીદ્રવ્યોની હેરાફેરી કરવા બદલ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ ઓથોરિટીના એક ભૂતપૂર્વ વિજ્ઞાની અને તેના સહાયકની બુધવારે ધરપકડ કરી હતી.૨૯ વર્ષીય અનિષ દુંડૂ અને તેના ૨૬ વર્ષીય મિત્ર રિતુલ અગ્રવાલની ધરપકડ કરાઈ હતી. છેલ્લા થોડા સપ્તાહોમાં ધરપકડ કરાયેલા નશીલા પદાર્થોની હેરાફેરી કરનારા ૧૦ જણના કોલ ડિટેલ્સ અને સેલફોન ડેટા રેકડ્‌ર્સનું વિશ્લેષણ કર્યા બાદ એક્સાઇઝ વિભાગનું સ્પેશિયલ ટાસ્ક ફોર્સ આ બે જણની સમીપ પહોંચ્યું હતું. ધરપકડ કરાયેલા અનેક અપરાધીઓએ પણ પૂછપરછ દરમિયાન અનિષ અને રિતુલ હેરાફેરીમાં સંડોવાયેલા હોવાની પુષ્ટિ આપી હતી.
અનિષની સિકંદરાબાદમાં પેરેડાઇઝ નજીક તેની ઓફિસમાંથી ધરપકડ કરાઈ હતી અને તેણે આપેલી માહિતીને આધારે રિતુલને નામપલ્લીમાંથી પકડવામાં આવ્યો હતો. અનિષ પાસેથી એલએસડીની ૧૬ બાટલી અને રિતુજ પાસેથી ૧.૨ કિલો ગાંજો જપ્ત કરાયા હતા.
પ્રાથમિક તપાસમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સના અધિકારીઓને એવું જાણવા મળ્યું હતું કે, અનિષ દેહરાદૂનમાં પ્રતિષ્ઠિત ડૂન સ્કૂલનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. શાળાનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેણે અમેરિકામાં સિનસિનાટી યુનિર્વિસટીમાંથી એરોસ્પેસ, એરોનોટિકલ અને એસ્ટ્રોનોટિકલ એન્જિનિયરિંગની બેચલર્સ ડિગ્રી મેળવી હતી. પોતાના ધંધો શરૃ કરવા ૨૦૧૨માં હૈદરાબાદ આવવા પૂર્વે અનિષે એક વર્ષ સુધી નાસા સાથે પણ કામ કર્યું હતું.

Related posts

मोबाइल नंबर पोर्ट कराना हुआ आसान, ट्राई लाया नए नियम

aapnugujarat

AIADMK declares candidates for 2 Rajya Sabha seats

aapnugujarat

फारूक अब्दुल्ला ने पीएम मोदी पर साधा निशाना, कहा – जम्मू-कश्मीर में रहें तो पता चलेगी इंटरनेट की परेशानी

editor

Leave a Comment

UA-96247877-1