Aapnu Gujarat
ગુજરાત

પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીએ આજરોજ ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લાની ત્રણ વિધાનસભા બેઠકની સમીક્ષા હાથ ધરી

પ્રદેશ પ્રવક્તાશ્રી ભરતભાઇ પંડ્યાએ જણાવ્યુ હતુ કે, વર્ષ ૨૦૧૭ના અંતમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનારી છે. રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહે ગુજરાતમાં ૧૫૦ થી વધુ બેઠકો મેળવી એક ઐતિહાસિક વિજય મેળવવાનુ આહવાન કર્યુ છે. કોંગ્રેસને પ્રત્યેક બુથમાંથી ઉખાડી ફેંકવાની હાકલ રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહે કરી છે ત્યારે પ્રદેશ સંગઠનની વિશિષ્ટ જવાબદારી બની રહે છે, તે અંતર્ગત પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઇ વાઘાણી સમગ્ર રાજ્યમાં વિધાનસભાસઃ મુલાકાત લઇને જે તે વિધાનસભાના પ્રભારીશ્રી, વિધાનસભાના વાલીશ્રી, ધારાસભ્યશ્રી, સંગઠનના સૌ હોદ્દેદારશ્રીઓ, સામાજીક આગેવાનો અને કાર્યકરો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજીને વિધાનસભામાં થયેલા વિકાસના કાર્યો તેમજ આગામી સંગઠનાત્મક બાબતો વિશે જાણકારી મેળવી રહ્યા છે અને સમીક્ષા કરી રહ્યા છે.શ્રી પંડ્યાએ વધુમાં જણાવ્યુ હતુ કે, પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઇ વાધાણીએ આજ સુધી ૧૪ વિધાનસભા ક્ષેત્રોની સમીક્ષા હાથ ધરી હતી. જે પૈકી તા. ૨૬ જૂન, ૨૦૧૭ના રોજ કચ્છ જીલ્લાની અબડાસા, માંડવી અને ગાંધીધામ બેઠકો, તા. ૩ જુલાઇ, ૨૦૧૭ના રોજ મધ્ય ગુજરાતની વાધોડીયા, કરજણ, પાદરા વિધાનસભા, તા. ૫ જુલાઇ, ૨૦૧૭ના રોજ ઉત્તર ઝોનની માણસા, દહેગામ, કલોલ વિધાનસભા, તા. ૬ જુલાઇ, ૨૦૧૭ના રોજ મધ્ય ગુજરાતની આણંદ અને બોરસદ વિધાનસભા ક્ષેત્રની બેઠકોમાં ઉપસ્થિત રહી સમીક્ષા કરી હતી અને માર્ગદર્શન આપ્યું હતું.

પ્રદેશ પ્રમુખશ્રીએ આજરોજ ઉત્તર ગુજરાતની મહેસાણા જીલ્લાની કડી, વિસનગર અને વિજાપુર એમ ત્રણ વિધાનસભાનો પ્રવાસ કર્યો હતો. પ્રદેશ પ્રમુખશ્રી સાથે ઉત્તર ઝોનના પ્રભારીશ્રી કે. સી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ત્રણેય વિધાનસભા ક્ષેત્રોમાં પ્રદેશ અધ્યક્ષશ્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ, તેમજ વિજાપુર ખાતે યુવા મોરચાએ બાઇક રેલી દ્વારા સ્વાગત કર્યુ હતું. પ્રદેશ પ્રમુખશ્રીએ સંગઠનના હોદ્દેદારશ્રીઓ સાથે બેઠક યોજીને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું.

Related posts

પાટડીમાં જપ્ત કરેલ દારૂનો નાશ કરાયો

editor

હાટકેશ્વરમાં સ્ટોન કિલિંગનો કિસ્સો : લાશ મળતા ચકચાર

aapnugujarat

સુરતમાં સર્ગભા મહિલાનું હાર્ટએટેકથી નિધન થયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1