Aapnu Gujarat
ગુજરાત

હાટકેશ્વરમાં સ્ટોન કિલિંગનો કિસ્સો : લાશ મળતા ચકચાર

શહેરના હાટકેશ્વર નજીક આવેલા સ્મશાન ગૃહ બહાર ફૂટપાથના ભારે પથ્થર મારીને એક યુવકની હત્યા કરવામાં આવી હતી. જો કે, સ્ટોન કિલિંગના બનાવના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી તો, પોલીસે પણ હત્યાના બનાવમાં ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા. બીજા અન્ય એક બનાવમાં, અમરાઇવાડીના એક યુવકની કરાઇ કેનાલમાંથી નગ્ન હાલતમાં લાશ મળી આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. શહેરના હાટકેશ્વર વિસ્તારમાં તરૂણ જોશીભાઈ નાડીયા વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. સ્ટોન કિલિંગનો આ બનાવ સામે આવતાં સ્થાનિક રહીશોમાં ખાસ કરીને મહિલા અને બાળકોમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. હત્યામાં તીક્ષ્ણ હથિયારનો પણ ઉપયોગ કરાયો છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ઘટનાની જાણ થતાં ખોખરા અને અમરાઈવાડી પોલીસની આઠથી વધારે ગાડીઓ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. તો સમગ્ર હત્યા મામલે ઝોન ૫ના સ્કવોડે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા. અન્ય એક બનાવમાં, અમરાઈવાડીના સાકા રબારીની ચાલીમાં રહેતા ૩૫ વર્ષીય કિરણ પરમારની લાશ નગ્ન હાલતમાં કરાઈ કેનાલમાંથી મળી આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. પરિજનોએ ગઈકાલે જ પોલીસને રજૂઆત કરી હતી કે, અન્ય બે મિત્રો તેને કારખાનાથી ફરવા જવાના બહાને ચિલોડા એક જ બાઈક પર સવારે લઈ ગયા હતા. બાદમાં સાંજે તે ગુમ થયાની પરિવારને જાણ કરતાં કરી હતી. જેને પગલે પરિવારે આશંકા વ્યક્ત કરતાં પોલીસ ટીમે બે યુવકોને સાથે લઈ જઈને તેની શોધખોળ હાથ ધરી હતી. જો કે, આજે સવારે તેની લાશ મળી આવતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. પરિવારજનોએ હત્યાની આશંકા વ્યકત કરી હતી, જેને પગલે પોલીસે સમગ્ર પ્રકરણમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.

Related posts

નારોલ : કેમીકલના ગોડાઉનમાં વિકરાળ આગને પગલે ચકચાર

aapnugujarat

૯૮ લાખની દિલધડક લૂંટનો મામલો : સીએમએસ કંપનીના કર્મી પિયુષ પરમારની ધરપકડ

aapnugujarat

વેચાણવેરા સમાધાન યોજનાની મુદતને લંબાવાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1