Aapnu Gujarat
ગુજરાત

વેચાણવેરા સમાધાન યોજનાની મુદતને લંબાવાઈ

નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યું છે કે, રાજય સરકાર દ્વારા વેટનો ટેક્ષ ભરવાની વેચાણવેરા સમાધાન યોજના અમલમાં છે. આગામી ૧લી જુન, ૨૦૧૭થી દેશભરમાં જીએસટીનો કાયદો અમલમાં આવનાર હોઈ વેટ અંગેના વિવાદો અને અપીલો ઝડપથી પૂર્ણ થાય તે માટે આ યોજનાની મુદ્દત ૩૦મી જુન, ૨૦૧૭ સુધી લંબાવવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, મુલ્યવર્ધિત વેરા અધિનિયમ હેઠળ આ યોજનાને વ્યાપક પ્રતિસાદ મળતા અને વેપારીઓ દ્વારા આ યોજના લંબાવવા માટે રજુઆતો મળતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ યોજનાની મુદ્દત લંબાવવાનો નિર્ણય કર્યો છે. અગાઉની યોજનામાં લાભ લેનાર વેપારીઓ અપીલમાં જતા હતા તે માટે ભરેલ રકમ મજરે આપવામાં આવતી ન હતી તે હવે મજરે આપવામાં આવશે. પરંતુ જે વેપારીના તમામ વર્ષોની તમામ કેટેગરીની ૧૦ કરોડની વધુ ફક્ત વેરાની રકમ બાકી હોય તેવા કેસોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહિ. આ કાયદા હેઠળ ૩૧મી માર્ચ, ૨૦૧૭ સુધીમાં પસાર કરેલ હોય તેવી કામચલાઉ આક્રારણી ઈસ્યુબેઝડ આકારણી, ફેર આકારણી અને ફેર તપાસ તથા અન્ય આકારણી આદેશોને આ યોજના લાગુ પડશે. તેમણે ઉમેર્યું કે, આ યોજનાની આકારણી પૂર્ણ થઈ હોય, આકારણી બાકી હોય કે અપીલ તબક્કે નિર્ણય બાકી હોય તેવા તમામ કેસોને લાગુ પડશે. અગાઉ જો કોઈ વેપારી બાકી રકમ પૈકી અંશતઃ રકમ ભરી હશે તો તે નજરે આપવામાં આવશે પરંતુ કરચોરી અથવા સ્વ મેળે કરચોરી જાહેર કરનાર વેપારીની બાબતમાં આ જોગવાઈ લાગુ પડશે નહિ. કરચોરી સિવાયના કિસ્સામાં વેરાની પુરેપુરી રકમ ભરવામાં આવશે તો વ્યાજ અને દંડની રકમ માફ કરાશે કરચોરીના કિસ્સામાં બાકીદાર વેરો અને વ્યાજ તેમજ દંડની ૨૫ ટકા રકમ ભરે તો પણ બાકીનો દંડ માફ કરવામાં આવશે.

Related posts

गलत केस में फंसाने की धमकी देकर रिश्वत लेते दो होमगार्ड पकड़े गये

aapnugujarat

સુરતમાં પત્નીએ પતિની આંખો ફોડી નાંખતાં ચકચાર

aapnugujarat

જૂનાગઢમાં આધેડ મહિલાની છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1