Aapnu Gujarat
ગુજરાત

મુખ્યમંત્રી સાથે આફ્રિકન ડેવલપમેન્ટ ગૃપની બેઠક

મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૌજન્ય મુલાકાત આફ્રિકન ડેવલપમેન્ટ બેન્ક ગૃપની ૫૨મી વાર્ષિક બેઠકમાં ભાગ લેવા આવેલા વિવિધ રાષ્ટ્રોના મંત્રીઓ ડેલિગેશન્સ મહાત્મા મંદિર ખાતે લઈ રહ્યા છે. આ મુલાકાત બેઠક શૃંખલામાં બુધવારે આફ્રિકન યુનિયન કમિશનનના ઈકોનોમિક અફેર્સના કમિશનર એન્થોની મોથેઈ મરૂપિંગે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. આફ્રિકન યુનિયન વર્ષ ૨૦૦૨થી કાર્યરત છે અને ૫૫ જેટલા સભ્ય દેશો ધરાવતા આ યુનિયનના સંચાલનમાં કમિશનની ભૂમિકા મહત્વની છે. મુખ્યમંત્રી સાથેની બેઠક દરમ્યાન એન્થોનીએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી, ટ્રાન્સપોર્ટ, ટુરિઝમ જેવા ક્ષેત્રોમાં ગુજરાતે પાછલા દસકમાં જે પ્રગતિ સાધી છે. તે અંગે જાણવામાં ઉત્કસુકતા દર્શાવી હતી. મુખ્યમંત્રીએ તેમને ગુજરાતમાં વેપાર ઊદ્યોગની ઉજ્જવળ તકો, એમએસએમઈ ક્ષેત્રે રોજગાર વૃધ્ધિ સહિત માઈક્રો ઈરીગેશન, ગ્રામ અર્થતંત્ર ફુડ સિક્યુરિટી, જળસંશાધન સ્ત્રોત વગેરેમાં ગુજરાતની પહેલરૂપ સિધ્ધિઓની વિશદ ભૂમિકા સાથે પરામર્શ કર્યો હતો.
મુખ્યમંત્રીને મળેલા ઝાંમ્બિલના નાણામંત્રી ફિલીક્સ મુટાટીએ તેમના રાષ્ટ્રના અર્થતંત્રમાં કોપર અને મકાઈ ઊદ્યોગ તેમજ વિપુલ જળસ્ત્રોતની અહેમ ભુમિકાની વિગતો આપી હતી. વિજય રૂપાણીએ ગુજરાતમાં ડાયવઓર્સીફાઈડ ફાર્મિગથી કૃષિ મહોત્સવ દ્વપારા ખેત ઉત્પાદન વૃધ્ધિ, મુલ્યવૃધ્ધિ અને મબલખ કપાસ ઉત્પાદન દ્વારા વ્હાઈટ રિવોલ્યુશનની સફળતાથી પરિચિત કરાવ્યા હતા.

Related posts

વડોદરા જિલ્લાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સમાવેશ માટે અરજીઓ મોકલી આપો

aapnugujarat

ચાલુ મહિનાના અંત સુધીમાં વડાપ્રધાન મોદીનું ગુજરાતમાં આગમન

aapnugujarat

રાપરમાં ૬૫ ગાયોના સાયનાઇડના લીધે મોત થયાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1