Aapnu Gujarat
ગુજરાત

સુરતમાં પત્નીએ પતિની આંખો ફોડી નાંખતાં ચકચાર

સુરતમાં એવી ઘટના સામે આવી છે કે જેના અંગે જાણી તમે થોડીક વાર તો હેબતાઇ જશો. સામાન્ય રીતે પતિઓની પત્ની પર અત્યાચાર ગુજારતા હોય તેવા કિસ્સાઓ સામે આવતા રહે છે. પરંતુ સુરતના પાંડેસરા વિસ્તારમાં એક પત્નીએ પતિ પર ચારિત્ર્યની શંકા કરી બંને આંખો ફોડી નાંખી. હદ તો ત્યારે થઇ પતિની આંખો ફોડીને પાછો ફોન કરી ખુદ પત્નીએ જ ૧૦૮ને જાણ કરી.
ક્રાઇમમાં પંકાયેલા પાંડેસરાની આ ઘટના જાણી દરેક લોકો ચોંકી જાય છે. મળતી માહિતી પ્રમાણે પત્નીને શંકા હતી કે તેના પતિનું કોઈ અન્ય મહિલા સાથે ચક્કર ચાલી રહ્યું છે. આથી તેણીએ તેના પર ચપ્પાથી હુમલો કરીને પતિની આંખો જ ફોડી નાંખી હતી. બનાવ બાદ ખુદ પત્નીએ ૧૦૮ને ફોન કરીને જાણ કરી હતી. બાદમાં ૧૦૮ની ટીમે વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ મામલે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પત્નીએ પતિ અવાર-નવાર અત્યાચાર ગુજારતો હોવાનો આરોપ લગાવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પતિ દિનેશ પત્ની અંકુને માર મારતો હોવાની કંટાળેલી પત્નીએ પતિ સાથે ઝપાઝપી સર્જાઈ હતી. અને આ ઝપાઝપીમાં અંકુને પણ હાથમાં ઈજા પહોંચી હતી. તેની પણ સારવાર કરવામાં આવી હતી.

Related posts

કાલુપુર રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ 36 મહિનામાં પૂર્ણ થશે

aapnugujarat

शांतिपुरा, दहेगाम-नरोड़ा जंकशन पर ब्रिज बनेंगे

aapnugujarat

મુખ્‍યમંત્રીશ્રીએ સોલર રૂફટોપ સિસ્‍ટમ માટે સહુથી વધુ અરજીઓ કરનારા  વડોદરાવાસીઓને બિરદાવ્‍યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1