Aapnu Gujarat
ગુજરાત

સ્કોર્પિયોમાંથી ૨ ટન જેટલું ગૌમાંસ મળતા ચકચાર

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનાં ભાદોલ કદરામાં ગામની સીમમાં હાંસોટથી ઓલપાડ જતાં રોડ ઉપર ગૌ રક્ષકોની ટીમે એક સ્કોર્પિયો ગાડી અટકાવવાનો પ્રયાસ કરતાં ચાલક ભાગી છૂટ્યો હતો અને આગળ જઈ રોડની બાજુમાં ગટરમાં ગાડી ઉતારી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સ્કોર્પિયોમાંથી ૨ ટન જેટલું ગૌમાંસ મળી આવ્યું હતું.
આ અંગે મળતી માહિતી અનુસાર ગૌરક્ષકોની ટીમને બાતમી મળી હતી કે હાંસોટથી ઓલપાડ તરફ જતાં રસ્તા ઉપર એક સફેદ કલરની સ્કોર્પિયો ગાડી નંબર જીજે-૨૧-૮૪૫૫ ગૌમાંસ ભરીને હાંસોટથી ઓલપાડ તરફ જતાં રોડ ઉપરથી પસાર થનાર છે જે આધારે આ ટીમ વોચમાં હતી ત્યારે મળસ્કે ૫ઃ૩૦ વાગ્યાના અરસામાં બાતમી મુજબની સ્કોર્પિયો ગાડી આવતા તેને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી ચાલક ભાગવા જતાં રોડની બાજુમાં ગટરમાં કાર ઉતારી દીધી હતી અને કાર મૂકી ભાગી છૂટ્યો હતો. કારની પાછળ તપાસ કરતાં કારમાંથી ૨ ટન જેટલું ગૌમાંસ મળી આવતા આ અંગે કીમ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Related posts

ઉમેદવારોની પસંદગી કરવા કોંગીની સ્ક્રીનિંગ કમિટી બની

aapnugujarat

કોરોનાની ત્રીજી લહેર માટે ગુજરાત સરકારે પ્લાનિંગ શરૂ કર્યું

editor

गुजरात के २०३ जलाशय में से ५४ जलाशय हाईअलर्ट पर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1