Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સૌભાગ્ય યોજના હેઠળ દેશમાં દરેક ઘરમાં વીજળી કનેક્શનની ચકાસણી કરાશે

સૌભાગ્ય યોજના હેઠળ દેશમાં દરેક ઘરમાં વીજળી આપવાના લક્ષ્યને પહોંચી વળવા હવે કેન્દ્ર સરકાર ઘરે-ઘરે ફરીને વીજળી કનેકશનની ચકાસણી કરાવશે. સરકાર કોઈપણ જિલ્લાને ૧૦૦ ટકા વિદ્યુતિકરણ જાહેર કરતા પહેલાં ખરાઈ કરાવવા માગે છે અને ખામીઓ દૂર કરવા માગે છે. મધ્યપ્રદેશ, ત્રિપુરા, બિહાર, જમ્મુ-કાશ્મીર, મિઝોરમ, સિક્કીમ, તેલંગણા અને પશ્ચિમ બંગાળમાં ૧૦૦ ટકા વિદ્યુતિકરણ છે. આ પહેલાં ગુજરાત, તામિલનાડુ, ગોવા, આંધ્રપ્રદેશ, કેરળ, પંજાબ અને પોંડિચેરીમાં ૧૦૦ ટકા ઘરોમાં વીજળી થઈ છે.
આમ દેશનાં ૧૫ રાજ્યોમાં ૧૦૦ ટકા વીજળીકરણ થઈ ગયું છે. સરકાર વિણ્ુત રથ ફેરવીને ઘરે ઘરે પૂછી રહી છે કે, વીજળી કનેકશન આવી ગયું કે નહી. કેન્દ્રીય વિદ્યુત મંત્રી આર.કે.સિંહે પત્રકારોને એવી માહિતી આપી છે કે, વધુ ૮ રાજ્યોએ ૧૦૦ ટકા ઘરોમાં વીજળી પહોંચાડી દીધી છે. આમ છતાં સરકાર ગ્રામ પંચાયતોને પત્ર લખીને પૂછી રહી છે કે, કોઈ ઘર વીજળી કનેકશનથી વંચિત તો નથીનેં જવાબમાં હકારાત્મક પ્રતિભાવ મળી રહ્યા છે. ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ અને છત્તીસગઢમાં પણ વીજળી વગરના ઘરોની બહુ ઓછી સંખ્યા રહી ગઈ છે તેવો દાવો મંત્રીએ કર્યો છે. ચાલુ વર્ષના અંત સુધીમાં દેશમાં જયાં વીજળી નથી તેવા બધા જ ઘરોમાં તેને પહોંચાડી દેવામાં આવશે ત્યારબાદ ૨૪ કલાક વીજળી અપાવાની યોજના હાથ પર લેવાશે, જે રાજ્યોએ ૧૦૦ ટકા વીજળીકરણ કરી નાખ્યું છે એમને એવી સૂચના અપાઈ છે કે, હવે ૨૪ કલાક વીજળી પુરી પાડવાની યોજના માટે તૈયાર રહેવાનું છે.

Related posts

ભારતમાં વિશ્વની સૌથી ચોથી શક્તિશાળી સેના

aapnugujarat

હૈદ્રાબાદમાં સગીરા પર ગેંગરેપ

aapnugujarat

जब मुंछ नहीं थी, तब क्या भ्रष्टाचार करेंगेः तेजस्वी यादव

aapnugujarat

Leave a Comment

UA-96247877-1