Aapnu Gujarat
ગુજરાત

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી

૧લી ડિસેમ્બરે તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ સહિત વિશ્વભરમાં વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને એચઆઇવી એઇડ્સ વિશે વિગતવાર સમજ આપવામાં આવી હતી. જો એચ.આઇ.વી. પોઝીટીવ વ્યક્તી નિયમીત યોગ્ય દવા ન લે તો વધુ ઘાતક સાબીત થઇ શકે છે અને એચ.આઇ.વી. સાથે ટીબીનો રોગ હોય તો તેની નિયમીત સારવાર કરવામાં ન આવે તો જીવલેણ સાબીત થઇ શકે છે. સમયસરની જાણ અને યોગ્ય સારવારથી ટી.બી સાથે એચ.આઇ.વી. પોઝીટીવ વ્યક્તી સ્વસ્થ અને લાંબુ જીવન જીવી શકે છે. ડીટીએચઓ અમદાવાદ ડો.દિક્ષીત કાપડીયાના માર્ગદર્શન મુજબ તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે આયોજિત કાર્યક્રમમમાં મેડિકલ ઓફિસર ડો.સંગીતા પટણી, ગૌરીબેન મકવાણા, કે એમ મકવાણા, પ્રકાશ પટેલ, રજનીકાંત વાઘેલા, હેમંત મહેતા, પાર્થ ઠક્કર, આશા બહેનો સહિત મોટી સંખ્યામાં આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિરમગામ તાલુકાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાના માર્ગદર્શન મુજબ વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
એચ.આઇ.વી. પોઝીટીવ વ્યક્તીને ટીબીના રોગનો ચેપ લાગવાની શક્યતાઓ વધુ રહેલી હોય છે એટલે કે એચઆઇવી ગ્રસ્ત વ્યક્તીને લાગતો સૌપ્રથમ તકવાદી રોગ એ ટીબી છે. વિરમગામ આરોગ્ય વિભાગ દ્વારા એચ.આઇ.વી. પોઝીટીવ વ્યક્તીની ટીબીની તપાસ અને ટીબીના દર્દીની એચ.આઇ.વી. ની તપાસ મફતમાં કરી આપવામાં આવે છે. વિરમગામ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આવેલા વાત્સ્યાયન કેન્દ્રમાં ખાનગી કાઉન્સેલીંગ સાથે લોહીની તપાસ કરવામાં આવે છે. પોઝીટીવ વ્યક્તીને ટીબી થાય તો બન્ને રોગની સારવાર નિયમીત લેવાથી લાંબુ અને સ્વસ્થ જીવન જીવી શકાય છે.

એચઆઇવી અને એઇડ્સ એટલે શું ?

એચ.આઇ.વી. એટલે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. તે માનવમાં રોગપ્રતિકારક શક્તિ ક્ષીણ કરતો વાયરસ છે. શરીરમાં એચઆઇવીનો ચેપ લાગતા અંદાજીત ૩ થી ૬ મહિનામાં સીડી૪ કોશીકાઓની સંખ્યા ઘટતા રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડતા શરીર ઘણા બધા તકવાદી રોગોનો ભોગ બને છે. આ પરીસ્થીતીને એઇડસ કહેવાય છે.

એચઆઇવીના દર્દીને કાયમ દવા લેવી પડે છે 
એચઆઇવીનો ભોગ બનેલ દર્દી જ્યારે પરિક્ષણમાં પોઝીટીવ સાબિત થાય ત્યારથીજ તેને આજીવન દવા લેવી પડે છે. અને તે પણ નિયત સમયપત્રક મુજબ જ લેવાનો આગ્રહ જો દર્દી રાખે તો તેનું શેષ જીવન સુખમય રીતે જીવી શકે છે. એચઆઇવી ગ્રસ્ત વ્યક્તિઓમાં પણ ટીબીની સમયસરની ડોટ્સ સારવારથી ટીબી મટાડી શકાય છે.

એચ.આઈ.વી.નો ચેપ કઇ રીતે ફેલાઇ શકે છે?

Ø  અસલામત જાતીય સંબંધ
Ø  હોસ્પીટલના સાધનો અને સોય-સીરીન્જને યોગ્ય રીતે જંતુમુક્ત કરવામાં આવ્યા ન હોય અને તેનો વારંવાર ઉપયોગ કરવામાં આવ્યોહોય ત્યારે
Ø  અસલામત લોહી ચઢાવવાથી
Ø  એચ.આઈ.વી.ના ચેપગ્રસ્ત માતાથી બાળકને લાગતો ચેપ:

એચઆઇવી ગ્રસ્ત વ્યક્તિ અને ટીબી

એચઆઇવી ગ્રસ્ત વ્યક્તીમાં ટીબી એક સર્વસામાન્ય તકવાદી ચેપ છે. સામાન્ય વ્યક્તી કરતા એચઆઇવી ગ્રસ્ત વ્યક્તીને ટીબી થવાની શક્યતા ૬થી૮ ઘણી વધારે હોય છે. એચઆઇવી ચેપગ્રસ્ત વ્યક્તી માટે ટીબી એક ગંભીર બીમારી ગણવામાં આવે છે. જો સમયસર સારવાર કરવામાં ન આવે તો ટીબી દર્દીના મૃત્યુનું કારણ બની શકે છે. જે વ્યક્તીને ટીબી હોય તે એચઆઇવી પોઝીટીવ હોય તે જરૂરી નથી.

એચ.આઇ.વી . નો ચેપ કઇ રીતે ફેલાતો નથી?
Ø  હાથ મિલાવવાથી.
Ø  એચ.આઈ.વી.ની ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે જમવાથી.
Ø  ચેપગ્રસ્ત વ્યક્તિને હળવું ચુંબન આપવાથી.
Ø  હવા દ્વારા અથવા થુંકવા કે છીંકવાથી.
Ø  ખોરાક અથવા પાણી દ્વારા.
Ø  પરસેવો અને આંસુ દ્વારા.
Ø  ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે કપ, પ્લેટ્સ અને વાસણોનો સહિયારો ઉપયોગ કરવાથી.
Ø  ચેપગ્રસ્ત વ્યક્તિને સ્પર્શ કરવાથી કે તેને આલિંગન આપવાથી.
Ø  ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે એક જ સંડાસ અને બાથરૂમનો ઉપયોગ કરવાથી.
Ø  ચેપગ્રસ્ત વ્યક્તિના કપડાં પહેરવાથી/ તેને પોતાના કપડાં પહેરવા આપવાથી.
Ø  ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે રહેવાથી.
Ø  મચ્છરો, ચાંચડ અથવા અન્ય જંતુઓથી.

Related posts

PSIમાંથી પીઆઇ તરીકેના પ્રમોશન સામે સ્ટે દૂર કરાયો

aapnugujarat

CM to start Digital Seva Setu in rural areas

editor

બોટાદ નગરપાલિકાના પ્રમુખનુ ચાઈલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા સન્માન કર્યુ

editor

Leave a Comment

UA-96247877-1