Aapnu Gujarat
Uncategorized

૩૩ બોર્ડ-નિગમ કર્મીઓને સાતમાં પગાર પંચનો લાભ

રાજયના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા અધિકારી કર્મચારીઓને સાતમાં પગાર પંચના લાભો આપવાનો નિર્ણય કર્યો છે. જેનો સમગ્ર દેશમાં ગુજરાતે પહેલ કરીને રાજયના સરકારના અધિકારી કર્મચારીઓને આ લાભો આપ્યા છે. ત્યારે રાજય સરકાર હસ્તકના ૩૩ બોર્ડ-નિગમો કે જેને રાજય સરકાર દ્વારા કોઈ અનુદાન આપવામાં આવતું નથી તેવા પોતાના સ્વ ભંડોળ વ્યવસાયિક આવકમાંથી ચાલતા નિગમોના ૯૨,૦૯૨ અધિકારી કર્મચારીઓને પણ આ લાભ આપવામાં આવશે જેનાથી બોર્ડ નિગમો ઉપર ૩૭૭ કરોડનો વધારાનો બોજ પડશે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્મચારીઓના હિત માટે અનેક નિર્ણયો કર્યા છે, ત્યારે બોર્ડ નિગમના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા પણ રજુઆતો કરાતા ગુજરાત સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે. જે અનુસાર, જે બોર્ડ નિગમના કર્મચારી અધિકારીઓના પગાર ભથ્થાના ખર્ચ માટે રાજય સરકાર દ્વારા અનુદાન આપવામાં આવતુ નથી, તેવા કુલ ૩૩ બોર્ડ નિગમના કુલ ૯૨૦૯૨૫ કર્મચારી અધિકારીઓને સાતમા પગારપંચના લાભો મંજુર કરવામાં આવશે. જેના કારણે અંદાજે કુલ ૩૭૭.૭૭ કરોડનું વધારાનું ભારણ પડશે. તેમણે ઉમેર્યું હતું કે, જે બોર્ડ નિગમ, પોતાના સ્વ.ભંડોળા ઉપર આધારિત છે, અને રાજય સરકાર દ્વારા તેને પગાર ભથ્થાના ખર્ચ માટે કોઈ અનુદાન આપવામાં આવતુ નથી, તેવા કુલ-૩૩ બોર્ડ નિગમના અધિકારીઓને કર્મચારીઓનું સાતમુ પગાર પંચ મંજુર કરવાનો સૌધાતિક નિર્ણય રાજય સરકારે કર્યો છે. પરંતુ, આ કુલ ૩૩ બોર્ડ નિગમ પૈકી જે બોર્ડ નિગમના કર્મચારીઓને, કર્મચારી મંડળો સાથે થયેલ સમાધાનની શરતો, જોગવાઈઓ અનુસાર અને સમાધાનનો સમયગાળો પૂર્ણ થયા બાદ, સાતમા પગાર પંચ અન્વયે પગાર સુધારણા મંજુર કરવાની રહેશે. અન્ને ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજય માર્ગ વાહનવ્યવહાર નિગમ અને ગુજરાત વિદ્યુત બોર્ડના ૮૪,૯૬૭ કર્મચારીઓને કામદાર યુનિયન સાથે અલગ પ્રકારની એવોર્ડ દ્વારા પગાર ધોરણો નક્કી કરાતા હોઈ, તેમનુ સેટલમેન્ટ થયું હોય તેવા કર્મચારીઓને સેટલમેન્ટની શરતોની જોગવાઈ અનુસાર તથા સમાધાનનો સમયગાળો પૂર્ણ થયા બાદ પગાર સુધારો મંજુર કરવાનો રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.

Related posts

હેલ્પ ફાઉન્ડેશન દ્વારા કોરોનો વૉરિયરને સન્માનિત કરાયા

editor

ગીર સોમનાથમાં ત્રણ સુગર મિલ બંધ થતાં ખેડૂતો પાયમાલ

aapnugujarat

ઉના કાંડનો પીડિત પરિવાર ઘટના સ્થળે બૌદ્ધ મંદિર બનાવશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1