Aapnu Gujarat
Uncategorized

જુનાગઢના કુખ્યાત જુસાબને પકડી પડાયો

ગુજરાત એટીએસની મહિલા પીએસઆઇની ટીમે એક મહત્વપૂર્ણ ઓપરેશનમાં જૂનાગઢના કુખ્યાત આરોપી જુસાબ અલ્લારખાને રંગેહાથ ઝડપી લઇ તેને ઘૂંટણિયે પાડી દેતાં સૌરાષ્ટ્રના ગુનેગાર આલમમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી તો બીજીબાજુ, ગુજરાત એટીએસની જાંબાઝ એવી ચાર વિરાંગના મહિલા પીએસઆઇની રાજયભરમાં વાહવાહી થઇ રહી છે. ગુજરાત એટીએસની મહિલા પીએસઆઇની ટીમે કુખ્યાત જુસાબ અલ્લારખાની બોટાદ નજીક દેવગઢ ગામના ડુંગરાળ વિસ્તારમાંથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સામાન્ય સંજોગોમાં પુરૂષો પોલીસ અધિકારીઓને પણ પરસેવો છોડાવી દે તેવો કુખ્યાત આરોપી જુસાબ અલ્લારખાને ગુજરાત એટીએસની ચાર વિરાંગના મહિલા પીએસઆઇ અધિકારીઓએ છઠ્ઠીનું ધાવણ યાદ દેવડાવીને ઘૂંટણિયે પાડી દીધો હતો, જેને લઇ તેમના જોશ અને હિંમતની રાજયભરના પોલીસબેડામાં ભારે ચર્ચા ચાલી રહી છે. આરોપી જુસાબ અલ્લારખા રાજકોટ રૂરલમાં પટેલ યુવાનની હત્યાના ગુનામાં ફરાર હતો. એટીએસના મહિલા પીએસઆઇ એસ.કે. ઓડેદરા અને ટીમે બોટાદ નજીક દેવગઢ ગામના ડુંગરાળ વિસ્તારમાંથી તેને ઝડપી પાડ્‌યો હતો. આરોપી સામે ૩૫ જેટલા અલગ અલગ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ગુજરાત એટીએસની ટીમને બાતમી મળી હતી કે, બોટાદના જંગલોમાં કોઇ શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી છે. જેને પગલે એટીએસના ડીઆઇજી હિમાંશુ શુક્લાએ એક ટીમ બનાવી હતી. જેમાં ચાર મહિલા પીએસઆઇનો પણ સમાવેશ કર્યો હતો. તેમાં પીએસઆઈ સંતોક ઓડેદરા, પીએસઆઈ નિમિકા ગોહિલ, પીએસઆઈ અરૂણા ગામેતી અને પીએસઆઈ શકુંતલા મલે ગઈકાલે રાત્રે બોટાદના જંગલોમાં સર્ચ શરૂ કરાયું હતું. ત્યારે એક સીમમાંથી જૂનાગઢનો કુખ્યાત ગુનેગાર જુસાબ અલ્લારખા મળી આવ્યો હતો. એટીએસની મહિલા પીએસઆઇની ટીમે તેને ઝડપી પાડ્‌યો હતો. જુસાબ અલ્લારખા પર માત્ર જૂનાગઢમાં જ ૧૫થી વધુ ગંભીર ગુના નોંધાયેલા છે. તે જૂનાગઢના લોકો અને પોલીસ માટે માથાનો દુઃખાવો હતો. ત્યારે આ મહિલા પીએસઆઇએ જુસાબ અલ્લારખાને ઝડપી લેતા તેનો જૂનાગઢમાં ખૌફ દૂર થયો હતો. પોલીસમાં કે ખાનગી જગ્યાએ નોકરી કરતી મહિલાઓ મોટેભાગે ઓફિસ કે પોલીસ સ્ટેશનમાં નોકરી કરવાનું પસંદ કરતી હોય છે. તેવી જ રીતે મહિલા પોલીસને પોલીસ સ્ટેશનના સામાન્ય કામો સોંપવામાં આવતા હોય છે. પંરતુ ગુજરાત એટીએસે તેની ટીમમાં ચાર મહિલા પીએસઆઇને કામ સોંપ્યું હતું. ચારેય મહિલા પીએસાઈએ જૂનાગઢના કુખ્યાત ગુનેગાર જુસાબ અલ્લારખાને ઝડપી પાડીને સમાજમાં દાખલો બેસાડ્‌યો હતો. ધોરાજીના પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ભાડેરના જીવન સાંગાણીની હત્યા કેસમાં બે દિવસ પહેલા આ જ ટીમના મહિલા પીએસઆઇ સંતોક ઓડેદરા અને અન્ય બે મહિલા પીએસઆઇએ વંથલીના રવની ગામના બે આરોપી સલીમ હબીબ સાંધ અને આમદ હબીબ સાંધ નામના બે આરોપીઓને ઝડપી લીધા હતા.

Related posts

ગિરનાર રોપ વે પ્રોજેક્ટ સાઇટ ટીમ મુલાકાતે, રોપ વે પોલ ખડા કરવા તરફ કામગીરી

aapnugujarat

ભાવનગરના શ્રી ગોળીબાર હનુમાનજી મંદિર ખાતે પૂજ્ય મોરારીબાપુએ શીશ ઝુકાવ્યું

editor

રાજકોટ ગવરીદડ ગામે નર્મદા કેનાલમાં ભંગાણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1