Aapnu Gujarat
ગુજરાત

નરોડા વિસ્તારમાં દારૂની મહેફિલ માણતાં ૧૩ ઝબ્બે

શહેરના નરોડા વિસ્તારમાં આવેલી સેન્ટ્રો હોટલમાં દારૂની મહેફિલ માણતા ૧૩ શખ્સોને નરોડા પોલીસે રંગેહાથ ઝડપી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસે આ સમગ્ર પ્રકરણમાં હોટલના મેનેજરની પણ સંડોવણી જણાતાં તેની પણ ધરપકડ કરી હતી. પોલીસે હોટલમાં દરોડાના સ્થળેથી દારૂની આઠ બોટલો, ૬ મોબાઈલ ફોન અને ૭ વાહનો સહિત રૂ. ૬.૯૮ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના નરોડા વિસ્તારમાં આવેલી સેન્ટ્રો હોટલમાં દારૂની મહેફિલ ચાલી રહી હોવાની ચોક્કસ બાતમી નરોડા પોલીસને મળી હતી, જેને પગલે પોલીસના અધિકારીઓએ સ્ટાફના માણસો સાથે અચાનક જ નરોડા વિસ્તારની સેન્ટ્રો હોટલમાં ભારે ગુપ્તતા સાથે દરોડા પાડયા હતા, જે દરમ્યાન હોટલમાંથી દારૂની મહેફિલ માણતાં વેપારીઓ સહિતના ૧૩ આરોપીઓ પોલીસના હાથે રંગેહાથ ઝડપાઇ ગયા હતા. પોલીસે તપાસ કરી તો સમગ્ર પ્રકરણમાં હોટલના મેનેજરની પણ સંડોવણી બહાર આવી હતી. આમ, આ દરોડા દરમ્યાન કુલ ૧૪ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. આ ઘટનામાં એવી પણ વાત સામે આવી રહી છે કે, કેટલાક વેપારીઓ બર્થડે પાર્ટીની ઉજવણી માટે તેઓ સેન્ટ્રો હોટલમાં ગયા હતા, ત્યાં તેઓએ દારૂ પાર્ટી યોજી હતી. પોલીસને બાતમી મળતા ત્યાં રેડ પાડી હતી, અને હોટલમાંથી પોલીસે દારૂની ૬ બોટલો, ૬ મોબાઈલ ફોન અને ૭ વાહનો સહિત રૂ. ૬.૯૮ લાખનો મુદામાલ જપ્ત કરતાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઉંડી તપાસનો દોર હજુ ચાલી રહ્યો છે જેથી નવી વિગતો ખુલવાની પણ શક્યતા છે.

Related posts

નર્મદા જિલ્લામાં તિલકવાડા ખાતે આન-બાન-શાન સાથે  પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની થનારી ભવ્ય ઉજવણી

aapnugujarat

गुजरात : 6 नगर निगम का कार्यकाल खत्म

editor

સુરતમાં ૨૪-૨૫ ઑગષ્ટે ભાજપ પ્રદેશ કારોબારી યોજાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1