Aapnu Gujarat
રાષ્ટ્રીય

આધાર સંબંધિત કેસમાં ૧૮મીથી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ

સુપ્રીમ કોર્ટની પાંચ બંધારણીય બેંચ દ્વારા ૧૮મી જુલાઈથી એવી અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવનાર છે જેમાં આધાર પ્રાઈવેશ અધિકાર તરીકે છે કે કેમ તેને લઇને મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. વિવાદાસ્પદ આધાર એક્ટની કાયદેસરતાને પડકાર ફેંકીને આ અરજી દાખલ કરવામાં આવી હતી જે છેલ્લા બે વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. પ્રાઇવેશીનો અધિકાર મૂળભૂત અધિકાર છે કે કેમ તેને લઇને બેંચ દ્વારા નિર્ણય કરવામાં આવશે. ચીફ જસ્ટિસ જગદીશ સિંહ ખેહર અને જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની બનેલી બેંચે કહ્યું હતું કે, બે દિવસ સુધી આ મામલામાં પાંચ જજની બેંચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવશે. ખેહર બંધારણીય બેંચ દ્વારા સુનાવણી પર સહમત થઇ ગયા હતા. અગાઉ વરિષ્ઠ વકીલ શ્યામ દિવાન અને એટર્ની જનરલ એકે વેણુગોપાલે વહેલી સુનાવણી માટે આ મામલાનો ઉલ્લેખ કર્યો હતો. આધાર સ્કીમની કાયદેસરતા ઉપર પ્રશ્નો સતત ઉઠી રહ્યા છે. પ્રાઇવેશી મૂળભૂત અધિકાર છે કે કેમ તેને લઇને ઓક્ટોબર ૨૦૧૫માં મામલો બંધારણીય બેંચમાં પહોંચ્યો હતો ત્યારબાદથી છેલ્લા બે વર્ષથી આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચેલો છે. હવે આ સુનાવણી ઉપર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. આધાર કાર્ડને લઇને પહેલા પણ પ્રશ્નો ઉઠી ચુક્યા છે. હવે ૧૮મીથી થનાર સુનાવણીને લઇને ઘણી બધી બાબતો બિલકુલ સ્પષ્ટ થઇ જાય તેમ માનવામાં આવે છે.

Related posts

असम में बोले शाह – मोदी सरकार ही बना सकती है भ्रष्टाचार, घुसपैठिया और आतंकवाद मुक्त राज्य

editor

रक्षामंत्री एससीओ मीटिंग के लिए रूस रवाना

editor

કન્નોજ : ડિમ્પલ જાદુ જગાવી શકશે કે કેમ તેની ચર્ચા છેડાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1