Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કન્નોજ : ડિમ્પલ જાદુ જગાવી શકશે કે કેમ તેની ચર્ચા છેડાઇ

લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદ તમામ રાજકીય પક્ષો પોત પોતાની ગણતરીમાં લાગી ગયા છે. એકબીજાને પછડાટ આપવા માટેની વ્યુહરચના પણ તૈયાર કરવામા ંઆવી રહી છે. દેશમાં કેટલીક હોટ લોકસભા સીટ પણ રહી છે. જેમાં એક સીટ ઉત્તરપ્રદેશની કન્નોજ પણ રહી છે. ઇતિહાસના કારણે દેશ અને દુનિયામાં પોતાની ખાસ ઓળખ ધરાવનાર કન્નોજ સંસદીય સીટ ઉત્તરપ્રદેશની વીવીઆઇપી સીટ તરીકે રહી છે. આ સીટ પર છેલ્લા ૨૧ વર્ષથી સપાનું પ્રભુત્વ રહ્યું છે. રામ મનોહર લોહિયા અને મુલાયમ સિંહથી લઇને અખિલેશ અને ડિમ્પલ સુધી આ બેઠક પરથી જીતતા રહ્યા છે. કન્નોજ પર હવે ભાજપની નજર કેન્દ્રિત થઇ ગઇ છે.
કન્નોજના મુખ્ય મુદ્દાની વાત કરવામાં આવે તો અહીં બટાકાના ખેડુતોની સમસ્યા, વીજળીની સમસ્યા મુખ્ય રહી છે. આ ઉપરાંત માર્ગ અને પાણીની સમસ્યા પણ જટિલ રહી છે. પ્રમુખ મુદ્દાની વાત કરવામાં આવે તો પ્રવાસી સ્થળ તરીકે આને વિકસિત કરવાની પણ માંગ રહી છે. સીટની વર્તમાન રાજકીય સ્થિતી પર નજર કરવામાં આવે તો અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ આ બેઠક પરથી વર્તમાન સાંસદ તરીકે છે.
જો કે છેલ્લા સાત વર્ષના ગાળામાં આશરે એક ડઝન વખત જ ડિમ્પલ પોતાના સંસદીય મતવિસ્તારમાં આવ્યા છે. તેમની એન્ટ્રી વીવીઆઇપી તરીકે રહી છે. કન્નોજ પરથી સમાજવાદી પાર્ટીએ ફરી ડિમ્પલ યાદવને ઉમેદવાર બનાવ્યા છે. શિવપાલ યાદવ પણ મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતારી દેવાની વાત કરી રહ્યા છે. સમાજવાદી પાર્ટી અને બસપા તરફથી વોટ વિભાજન ન થાય તેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જેના કારણે સમાજવાદી પાર્ટીને સીધો લાભ થઇ શકે છે. કન્નોજમાં વિધાનસભા ક્ષેત્રની વાત કરવામાં આવે તો પાંચ વિધાનસભા ક્ષેત્ર છે. વર્ષ ૨૦૧૪ની ચૂંટણીની વાત કરવામાં આવે તો ડિમ્પલ યાદવની મત હિસ્સેદારી ૪૩.૯ ટકા રહી હતી. સુબ્રત પાઠકની મત હિસ્સેદારી ૪૨ ટકા રહી હતી. કન્નોજ લોકસભા ક્ષેત્રમાં ઔરેયા જિલ્લાની બિઘુના વિધાનસભા સીટ અને કાનપુર દેહાતની રસુલાબાદ વિધાનસભા સીટ આવે છે. મતદારોની વાત કરવામાં આવે તો અહીં મહિલા મતદારોની સંખ્યા ૭૯૫૯૦૯ રહેલી છે. જ્યારે પુરૂષ મતદારોની સંખ્યા ૯૯૪૮૮૭ રહેલી છે. તમામ મતદારોની ભૂમિકા ચાવીરૂપ રહેનાર છે. સમાજવાદી પાર્ટી માટે પોતાની હોટ સીટ જાળવી રાખવા માટેના કેટલાક પડકારો છે. ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપ સરકાર આવ્યા બાદ લોકસભા ચૂંટણીમાં પણ ભાજપ તમામ તાકાત સાથે મેદાનમાં ઉતરનાર છે. આવી સ્થિતીમાં કન્નોજ સીટને સમાજવાદી પાર્ટી બચાવી શકશે કે કેમ તેને લઇને રાજકીય પંડિતો પણ વાત કરવાની સ્થિતીમાં નથી.

Related posts

રાહુલ સામે વિશેષાધિકાર ભંગની નોટિસ સુપરત

aapnugujarat

हर शहर, गांव में अपराधों की भरमार- अखिलेश

editor

દેશમાં કોરોનાના ૫૨,૫૦૯ નવા કેસ નોંધાયા ,૮૫૭ લોકોના મોત

editor

Leave a Comment

UA-96247877-1