Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સટ્ટાબજાર : ભાજપ ૨૫૦ કરતાં વધુ બેઠકો પર જીતશે

લોકસભા ચૂંટણી માટે કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદ સટ્ટાબજારમાં પણ જોરદાર તેજી આવી ગઇ છે. રાજસ્થાનમાં જોધપુરનજીક ફલોદમાં સટ્ટા માર્કેટ ફરી સક્રિય છે. સટ્ટા માર્કેટમાં કહેવામાં આવ્યુ છે કે એનડીએ સરકાર કેન્દ્રમાં સરળતાથી નવી સરકાર બનાવી લેશે. સટ્ટા માર્કેટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભાજપ એકલા હાથે ૨૫૦થી વધારે સીટ જીતી જશે. જ્યારે એનડીએ તો ૩૦૦-૩૧૦ સીટ જીતી જશે. રાજસ્થાન માટે સટ્ટા માર્કેટે આગાહી કરી છે કે ભારતીય જનતા પાર્ટી રાજસ્થાનમાં પણ લોકસભાની ચૂંટણીમાં કુલ ૨૫ સીટો પૈકી ૧૮-૨૦ સીટો તો જીતી જશે. સટ્ટા બજાર માને છે કે પાકિસ્તાનમાં બાલાકોટ ખાતે ભારતીય હવાઇ દળ દ્વારા કરવામાં આવેલા સર્જિકલ હુમલા બાદ ભાજપની તરફેણમાં સ્થિતી જોરદાર રીતે થઇ ગઇ છે. પુલવામાં અટેક અને ત્યારબાદ બાલાકોટમાં હવાઇ હુમલા બાદથી મોદી વધારે મજબુત નેતા તરીકે ઉભરી આવ્યા છે. ફલોદીમાં સટ્ટોડિયા અને બુકીઓ દ્વારા કહેવામાં આવ્યુ છે કે હવલાઇ હુમલા પહેલા એનડીએ માટે ૨૮૦ સીટો જેટલી સીટોની વાત કરવામાં આવી રહી હતી.
જો કે હવે સ્થિતી બદલાઇ રહી છે. હવાઇ હુમલા પહેલા ભાજપને ૨૦૦ સીટ જેટલી આપવામાં આવી રહી હતી. જો કે હવે તેની સીટોની સંખ્યામાં જોરદાર વધારો થઇ રહ્યો છે. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી માટે સટ્ટા બજારમાં જે વાત થઇ રહી છે તે મુજબ અગાઉ ૧૦૦ સીટોની આગાહીની સામે હવે ૭૨-૭૪ સીટો મળવાની વાત કરવામાં આવી રહી છે. સટ્ટાબજારમાં સ્થિતી સતત બદલાતી રહે છે.
આગામી દિવસોમાં કોંગ્રેસ અને અન્ય પક્ષોને વધારે તાકાત લગાવી દેવાની જરૂર પડશે.
સટ્ટાબજારના સુત્રોની વાત માનવામાં આવે તો કોંગ્રેસને પહેલા કરતા પણ ઓછી સીટો મળી શકે તેવા સંકેતો દેખાઈ રહ્યા છે.
પહેલા ૧૦૦ની સામે કોંગ્રેસ ૭૨થી ૭૪ બેઠકો પર જ રહી શકે છે. રાજસ્થાનની વાત કરવામાં આવેલા તો સટ્ટા બજાર અનુસાર રાજ્યની કુલ ૨૫ સીટોમાંથી ૧૮થી ૨૦ બેઠકો પર ભાજપની જીત થઇ શકે છે. સટ્ટાબજાર આનો શ્રેય પુલવામામાં આત્મઘાતી હુમલા બાદ બાલાકોટમાં ભારતીય હવાઈ દળ દ્વારા એરસ્ટ્રાઇકને આપી રહ્યા છે. તેમનું માનવું છે કે, આ ઘટના બાદ ભાજપ તરફથી માહોલ દેશભરમાં દેખાઈ રહ્યો છે. મતદારોને લાગે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા કરતા વધુ મજબૂતી સાથે ઉભરી રહ્યા છે. ફોલોડીના બુકીનું એર સ્ટ્રાઇક પહેલા અનુમાન હતું કે, એનડીએને લગભગ ૨૮૦ બેઠકો મળશે અને ભાજપને ૨૦૦થ વધુ બેઠકો મળશે.
બુકીઓના મત અનુસાર હવે મતદારોનો મૂડ હવે બદલાઈ રહ્યો છે. લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ સટ્ટાબજાર જોર પકડી રહ્યું છે. એર સ્ટ્રાઇક બાદ દેશભરમાં રાષ્ટ્રવાદની ભાવના પ્રવર્તી રહી છે. લોકસભાની ચૂંટણીને લઇને હવે દેશભરમાં માહોલ જામી રહ્યો છે.
લોકસભા ચૂંટણીના સમરમાં ૧૦૦ સીટો ભાજપ અને કોંગ્રેસ માટે ખુબ મહત્વપૂર્ણ છે જ્યાં હાર જીત માટેનું અંતર ૧૦ ટકા કરતા ઓછુ રહ્યું છે.
ચૂંટણીમાં દેશની ૧૦૦ સીટો ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા થનાર છે. કોંગ્રેસની નજર આશરે ૫૬ એવી સીટો ઉપર કેન્દ્રિત થઇ ગઇ છે જ્યાં તે ૮૦૦૦૦ અથવા તો ઓછા મતથી હારી છે.

Related posts

ન ઘરના, ન ઘાટના રહ્યાં શોટગન… પત્ની પણ ભૂંડી રીતે હારી

aapnugujarat

भारत के जेनरिक प्रोजेक्ट से सस्ती होंगी दवाए : डबल्युएचओ

aapnugujarat

હિંમત અને બહાદુરીનું પ્રતીક : હેલન કેલર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1