Aapnu Gujarat
બ્લોગ

મનોહર પરિકર તેમની સાદગી માટે સદાય યાદ રહેશે

પ્રભુ મનોહર પર્રિકરનો જન્મ તા. ૧૩મી ડિસેમ્બર, ૧૯૫૫માં ગોવાના માપૂસા ખાતે થયો હતો.પર્રિકર મૂળતઃ ગોવાન પારા ગામના હોવાથી તેઓ પર્રિકર તરીકે ઓળખાય છે.એ સમયે ગોવા ભારતનો ભાગ નહોતું બન્યું અને તે પોર્ટુગલનું સંસ્થાન હતું, ૧૯૬૧માં સૈન્ય કાર્યવાહી બાદ ગોવા ભારતમાં ભળ્યું.એ સમયના અનેક કોંકણી બ્રાહ્મણ પરિવારોની જેમ કૅથલિક ખ્રિસ્તી શાળામાં મનોહર પર્રિકરનો પ્રાથમિક અભ્યાસ થયો.ઇંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમૅન્ટ મુંબઈ (બોમ્બે)માં ઍન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે પહોંચ્યા.રાજ્યના મુખ્ય મંત્રી સુધી પહોંચનારા પ્રથમ આઈઆઈટીયન બન્યા. ત્યારબાદ કેજરીવાલ દિલ્હીના મુખ્ય મંત્રી બન્યા.મનોહર પર્રિકરનાં પત્ની મેધાનું નિધન પણ કૅન્સરને કારણે થયું હતું. દંપતીને બે પુત્ર છે.પર્રિકર ૨૦૦૦, ૨૦૦૨, ૨૦૧૨ અને ૨૦૧૭માં ગોવાના મુખ્ય મંત્રી બન્યા પરંતુ એકેય ટર્મ પૂર્ણ ન કરી શક્યા.પર્રિકરને પેનક્રેટિક (સ્વાદુપિંડ)નું કૅન્સર હતું. આ કૅન્સર સંબંધિત વેબસાઇટના રિપોર્ટ મુજબ, પ્રારંભિક તબક્કામાં આ બીમારી વિશે જાણ નથી થતી.વ્યક્તિની રોગપ્રતિકારક ક્ષમતાના આધારે કૅન્સરના લક્ષ્ણોની અસર જોવા મળે છે.બીમારીનો ભોગ બનનારી વ્યક્તિને પેટ અને પીઠમાં દર્દ થવા લાગે છે. તેનું વજન અચાનક જ ઘટવા લાગે છે અને તેનું પાચનતંત્ર ખોરવાઈ જાય છે.બીમાર વ્યક્તિનો ખોરાક ઘટી જાય છે અને કેટલાક કિસ્સાઓમાં કૅન્સરના પ્રારંભિક તબક્કામાં કમળો પણ થાય છે.સ્વાદુપિંડ પીડિતના દસમાંથી એક જ દર્દીની ગાંઠનું ઑપરેશન થઈ શકે એટલે તેની સારવાર મુશ્કેલ હોય છે. માત્ર પાંચ ટકા દર્દીઓ જ બીમારીની જાણ થયા બાદ પાંચ વર્ષ કે તેથી વધુ સમય સુધી જીવિત રહી શકે છે.ઑક્ટોબર ૨૦૦૦માં મનોહર પર્રિકર પ્રથમ વખત ગોવાના મુખ્ય મંત્રી તરીકે ચૂંટાયા હતા અને કેન્દ્ર સરકારના સંરક્ષણ પ્રધાનના પદ સુધી પહોંચ્યા હતા.સાદગીપૂર્ણ જીવન અને પ્રામાણિક નેતા તરીકેની છાપે તેમને સંરક્ષણ પ્રધાન બનાવવાના નિર્ણયમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી.મૂળતઃ ગોવાની કોઈ વ્યક્તિ કેન્દ્ર સરકારમાં કૅબિનેટ કક્ષાના પ્રધાન બની હોય તેનું આ અજોડ ઉદાહરણ હતું.વર્ષ ૨૦૧૩માં ગોવા ખાતે આયોજિત ભાજપની રાષ્ટ્રીય કારિણીની બેઠકમાં પર્રિકરે મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો એ સમયે તેઓ ગોવાના મુખ્ય મંત્રી હતા.ઉદારમતવાદીની છાપ ધરાવતા પર્રિકર નરેન્દ્ર મોદી જેવા વિવાદાસ્પદ નેતાની છાપ ધરાવનાર નેતાનું નામ વડા પ્રધાનપદ માટે આગળ કરે તે અનેક માટે ચોંકાવનારું હતું.આ બેઠકમાં જ ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર બન્યા અને આંતરિક વિખવાદમાં તેમની સર્વોપરિતા પ્રસ્થાપિત થઈ.જુલાઈ-૨૦૧૪માં જ્યારે નરેન્દ્ર મોદી કેન્દ્રમાં સરકારમાં આવ્યા ત્યારે વડા પ્રધાન તરીકેની દિલ્હી બહારની યાત્રા માટે તેમણે ગોવા પસંદ કર્યું હતું.સરકારના ગઠન સમયે મોદીએ અરુણ જેટલીને નાણા મંત્રાલયની સાથે સંરક્ષણ મંત્રાલયનો કાર્યકારી પદભાર સોંપ્યો હતો.ત્યારબાદ કાયમી સંરક્ષણ પ્રધાન માટે મોદીએ ગોવાના મુખ્ય મંત્રી મનોહર પર્રિકરની ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો હતો.૨૦૧૨માં પૂર્ણ બહુમત સાથે ચૂંટાયા બાદ પર્રિકરે જાહેર કર્યું હતું કે તેઓ મુખ્ય મંત્રી તરીકેનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લેશે. જોકે, કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું.૨૦૧૭માં ગોવા વિધાનસભામાં ચૂંટણીનાં પરિણામ આવ્યાં બાદ કૉંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની. જોકે, સત્તા સુધી ન પહોંચી શકી.મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી અને ગોવા ફૉરવર્ડ પાર્ટીએ શરત મૂકી કે જો પર્રિકરને મુખ્ય મંક્ષી બનાવવામાં આવે તો જ તેઓ ભાજપને ટેકો આપશે.ત્રિશંકુ વિધાનસભામાં સત્તાના સમીકરણ બેસાડવા માટે પર્રિકરને ફરી એક વખત રાજ્યના રાજકારણમાં પરત મોકલવામાં આવ્યા.આમ, ૨૦૧૭માં ચોથી વખત પર્રિકર મુખ્ય મંત્રી બન્યા.આ દરમિયાન તેમને કૅન્સર હોવાનું બહાર આવ્યું અને તેમણે લાંબા સમય સુધી મુંબઈ, દિલ્હી અને અમેરિકામાં સારવાર લીધી.પર્રિકર કહેતા કે ફિટ રાજનેતાએ જ રાજકારણમાં સક્રિય રહેવું જોઈએ.છેલ્લા અમુક મહિના નાકમાં ડ્રીપ સાથે તેમણે મુખ્ય મંત્રી તરીકે કામ કર્યું, ત્યારે તેમનું આ નિવેદન તેમની સામે ટાંકવામાં આવતું.ખ્રિસ્તી બહુમતી ધરાવતા ગોવા રાજ્યમાં હિંદુવાદી મનાતા ભાજપનો પાયો નાખવાનો અને તેને સત્તા સુધી પહોંચાડવાનો શ્રેય પર્રિકરને જાય છે.ગોવામાં પર્રિકરને પડકારનાર કોઈ ન હતું. ગોવામાં ભાજપની ટિકિટ ઉપર ચૂંટાઈ આવેલા પ્રથમ ચાર ધારાસભ્યોમાંથી એક પર્રિકર હતા. ૨૦૦૨માં પ્રથમ વખત ભાજપની સરકાર પણ બનાવી.૨૦૦૭માં ’જોડતોડ’થી કૉંગ્રેસ-એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી)ની સરકારને તોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ કારમી નિષ્ફળતા મળી.જોકે, તેમને બોધ મળી ગયો હતો. આગામી ચાર વર્ષ સુધી તેમણે અવિરત અભિયાન ચલાવ્યું.આનું ફળ પણ મળ્યું. ૨૦૧૨માં ભાજપે એકલાહાથે વિજય મેળવ્યો. કુશળ વહીવટ અને સંયમિત ભાષાને આધારે પર્રિકરે ગોવામાં અને ભાજપના કેન્દ્રીય નેતૃત્વમાં પોતાની આગવી છાપ ઊભી કરી.અડધી બાંયનો શર્ટ, પગમાં સૅન્ડલ અને સ્કૂટરમાં ગોવાના ઢાબા કે રેસ્ટોરાંમાં લોકોની વચ્ચે ફરતા પર્રિકરને ગોવાના સંપન્ન, શિક્ષિત અને મધ્યમ વર્ગે પસંદ કર્યાં.પર્રિકરે ભાજપની વિચારસરણી કરતાં ઉદારમતવાદી-બિનસાંપ્રદાયિક વલણને વધુ મહત્ત્વ આપ્યું, કદાચ સ્થિતિને આધારે એ જરૂરી પણ હતું.જ્યારે સંરક્ષણમંત્રી તરીકેનો પદભાર સંભાળવા માટે પર્રિકર ગોવા છોડી રહ્યા હતા ત્યારે પત્રકારોને સંબોધિત કરતા તેમણે કહ્યુંઃ ગોવા છોડવાનો નિર્ણય મારા માટે ખૂબ જ મુશ્કેલ હતો. હું ભારે હૃદયે ગોવા છોડી રહ્યો છું.ઘણા ઓછા લોકોને ખબર હશે કે ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકરે તેમના કાર્યકાળ દરમિયાન રશિયા પાસેથી શસ્ત્રો ખરીદવા માટે પગલાં લીધા હતા અને જેના કારણે દેશમાં રૂ. ૪૯,૩૦૦ કરોડની બચત થઈ હતી. ખરેખર ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકરે રશિયાના એસ ૪૦૦ની ખરીદીની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો હતો.એક અખબારમાં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ એસ ૪ના ટૂંકા અંતર, મધ્યમ-રેંજ અને લાંબા-શ્રેણીની મિસાઇલ્સ ખરીદવામાં આવ્યા હતા. પરંતુ પાર્રિકરના આદેશ પછી હવાઇ દળે તકનીકી અભ્યાસ હાથ ધર્યા પછી અને અન્ય દેશોની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓની સમીક્ષા કર્યા પછી એ વાતની પુષ્ટિ કરી હતી. અને જાણ થઈ કે ટૂંકા અને મધ્યમ શ્રેણીના મિસાઈલ્સ ઓછી સંખ્યામાં ખરીદી શકાય એમ છે.મનોહર પરિકર સંરક્ષણ મંત્રી હતા ત્યારે તેમણે એવા ઘણાં કામ કર્યા છે જે આપણી જાણકારી બહાર હોય. તેમાનું આ એક કામથી દેશના ૪૯,૩૦૦ કરોડ રૂપિયા બચ્યા હતા. તેમની એક દખલથી દેશના એર ડિફેન્સ પ્લાન્સમાં પરિવર્તન લાવવામાં આવ્યો હતો. જેનાથી હવે આગામી દાયકા સુધી એર ડિફેન્સ સિસ્ટમ્સની ખરીદી પર દેશના કરદાતાઓના ૪૯,૩૦૦ કરોડ રૂપિયા બચવાની આશા છે.રશિયાના એસ ૪૦૦ લોંગ રેન્જ મિસાઈલ શિલ્ડની ઊંચી કિંમતને ધ્યાનમાં રાખનાર તત્કાલીન સંરક્ષણ મંત્રી મનોહર પરિકરે ૨૦૨૭ સુધી નવા એર ડિફેન્સ સિસ્ટમ્સની ખરીદી માટે ૧૫ વર્ષના ટર્મ પ્લાનની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો. એસ ૪૦૦ છાની રીતે પ્રહાર કરવા આવી રહેલ વિમાનો અને મિસાઈલોને ૩૮૦ કિલોમીટર દૂરથી તોડી પાડવામાં સક્ષમ છે.મનોહર પર્રિકરની ઓળખ એક ઇમાનદાર અને સાદગીપૂર્ણ વ્યક્તિ તરીકેની હતી. તેઓ આઇટીટી બોમ્બેથી ગ્રેજ્યુએટ થયેલા પર્રિકર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સક્રિય પ્રચારક રહ્યા હતા.ગોવાના ત્રણ વખત મુખ્યમંત્રી રહેલા મનોહર પર્રિકર હંમેશા પોતાની સાદગીના માટે ઓળખાતા હતા. મીડિયામાં મનોહર પર્રિકરને હંમેશા સ્કૂટર પર યાત્રા કરનારા નેતા તરીકે ઓળખવામાં આવતા હતા. જે તેઓ હંમેશા કરતા હતા.પર્રિકર પણજીની સ્થાનિક બજારોમાં ખરિદી કરવા માટે સ્કૂટરનો ઉપયોગ કરતા હતા. તેમને સાઈકલ ચલાવવું પણ ઘણું પસંદ હતું. જ્યારે રાજકારણની વ્યસ્તતા વચ્ચે થોડો ઘણો પણ સમય બચે તો તેઓ સાઈકલ ચલાવતા હતા.એક વખત પર્રિકર પૂણેના એક લગ્નના કાર્યક્રમમાં ગયા હતા. જ્યાં તેઓ લાઈનમાં ઉભા રહેલા નજર આવ્યા હતા. જ્યાંથી જ ખ્યાલ આવી જાય કે મુખ્યમંત્રી અને આઈઆઈટીના ટોપ વિદ્યાર્થી હોવા છતાં તેમની સાદગીએ જ લોકોનું મન મોહી લીધું હતું.પોતાની સાદગી માટે મશહૂર મનોહર પર્રિકર મોદી સરકારમાં રક્ષામંત્રીના પદ પર સત્તારૂઢ હતા. પર્રિકર ભલે સાદગીથી જીવન જીવતા હતા પણ આ એ જ માણસ હતો જેણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સેન્યને ઘુસાવી સર્જિકલ સ્ટ્રાઈક કરાવી હતી અને પાકિસ્તાનને પાઠ ભણાવ્યો હતો.મનોહરજી ૨૦૦૦થી ૨૦૦૦૫, ૨૦૧૨થી ૨૦૧૪ અને ૨૦૧૭થી ઓક્ટોબર ૨૦૧૮ સુધી ગોવાના મુખ્યમંત્રી રહ્યા. ઉત્તર પ્રદેશથી રાજ્યસભાના સદસ્ય પણ રહ્યા. ૨૦૧૭માં ગોવાના મુખ્યમંત્રી બન્યા બાદ તેમણે આ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.મનોહર પર્રિકરે વર્ષ ૧૯૮૮માં રાજનીતિમાં પગ મુક્યો અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. ૧૯૯૪માં તેઓ પહેલી વાર ગોવાના ધારાસભ્ય બન્યા હતા. જે પછી પર્રિકર ૧૯૯૪થી ૨૦૦૧ સુધી ગોવામાં ભાજપના મહાસચિવ અને પ્રવક્તા પણ રહ્યા હતા.૧૩ ડિસેમ્બર ૧૯૫૫માં ઉત્તરી ગોવાના માપુસામાં જન્મેલા મનોહર પર્રિકરે સ્કૂલની શિક્ષા ગોવાના મારગોવામાં લીધી હતી. જે પછી તેમણે આઈઆઈટી બોમ્બેમાં એડમિશન લીધું હતું. ૧૯૭૮માં આઈઆઈટી બોમ્બેથી મેટલર્જિકલમાં એન્જીનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો.મનોહર પર્રિકરના લગ્ન ૧૯૮૧માં મેઘા પર્રિકર સાથે થયા હતા. વર્ષ ૨૦૦૦માં મનોહરજીની પત્ની મેધાનું પણ કેન્સરના કારણે જ નિધન થયું હતું. ગત્ત વર્ષે કેન્સરનો ઈલાજ કરાવવા માટે મનોહરજી અમેરિકા ગયા હતા. અમેરિકાથી ઈલાજ કરાવીને તેઓ ૧૫ સપ્ટેમ્બરે પરત ફર્યા હતા. પૈક્રિયાટિક કેન્સરની સામે જંગ લડી રહેલા મનોહરજીએ આમ છતાં ગોવાની ખુરશી અને પદ સંભાળ્યું હતું.ગોવામાં હાલમાં કોંગ્રેસ સત્તાની દાવેદારી કરી રહી છે પણ જ્યાં સુધી પરિકર ગોવામાં હતા તેમણે કોંગ્રેસને સત્તાથી દુર રાખવામાં સફળતા મેળવી હતી.

Related posts

રામ મંદિરનો મુદ્દો હાલ પડતો મુકાયો

aapnugujarat

વી.જી. સિદ્ધાર્થે ખેતરોમાંથી બિઝનસ એમ્પાયર ઉભુ કર્યું હતું

aapnugujarat

GUJARATI POEM

aapnugujarat

Leave a Comment

UA-96247877-1