Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

હિંમત અને બહાદુરીનું પ્રતીક : હેલન કેલર

આપણને ઇશ્વરે તમામ ઇન્દ્રિયો આપી છે તેના કારણે તેની અમુલ્યતાનો આપણે અંદાજો માંડી શકતા નથી પણ જે લોકો કેટલીક ખોડ ખાંપણ સાથે જન્મે છે તેમને પોતાની આ કમીનો અહેસાસ હોય છે જો કે તેમાંનાં મોટાભાગનાં લોકો તેમની આ કમીને ક્યારેક પોતાની શક્તિ બનાવી લે છે.૨૬મી સપ્ટેમ્બરને આખા વિશ્વમાં વિશ્વ બધિર દિન તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ દિવસે એ બહાદુર મહિલાને યાદ કરવી રહી જેણે પોતાની કમીઓને પોતાની શક્તિ બનાવીને આખા વિશ્વને એક ઉદાહરણ પુરુ પાડ્યું હતું.બાળપણથી જ અંધ-બધિર કેલરે પોતાની શારીરિક મર્યાદાની ઉપર ઊઠી દુનિયાના અંધ અને બધિર લોકો માટે સતત અને સઘન ઝુંબેશ ચલાવી હતી.હેલન કેલર ૧૯ મહિનાની હતી ત્યા તેને કોઈ ભેદી બીમારી લાગુ પડી. તેનાથી તેની જોવા-સાંભળવાની શક્તિ ચાલી ગઈ., પણ તે ખૂબ બુદ્ધિશાળી હતી. દરેક ચીજને સ્પર્શીને, સૂંઘીને અને ચાખીને કહી આપતી. હેલન કેલરને પ્રેરણા આપનારાં એન સુલિવાન નામની શિક્ષિકા મળી. (૧૮૮૭) ત્યારે હેલન કેલરે કહ્યું કે દિવસ મારા ‘આત્માનો જન્મ દિવસ’ હતો એટલા માટે કે મારી ટીચરે મને કહ્યું ‘તારી અપૂર્ણતા વિશે વિચાર, તારી ખૂબીઓનું ગૌરવ લે તું અસાધારણ બુદ્ધિશાળી છે.’હેલન કેલર માટે પ્રેરણા વાક્ય યાદગાર બન્યુ. ‘માનવીનું ચરિત્ર એમ ને એમ ફૂલની પથારીમાં ઘડાતું નથી. માનવીનું ચરિત્ર અનુભવો, કસોટીઓ અને પીડાઓથી ઘડાય છે, ત્યારે તેના આત્માને ‘કલઈ’ મળે છે. મજબૂત થાય છે. તેના અંધાપા વિશે કોઈએ હેલન કેલરને ટકોર કરી ત્યારે હેલન કેલરે કહ્યું કે, ‘મારા માટે કુદરતે આપેલો આંધાપો સારો છે, પણ બે આંખે દેખતા હોવા છતાં માનવીના જીવનમાં કોઈ દૃષ્ટિકોણ હોય તો?’હેલન કેલર કહેતી કે સુરક્ષા તમારો દંભ છે, વહેમ છે. જિંદગી તમારા વશની વાત નથી. કુદરતમા સિક્યૉરિટી જેવું કંઈ નથી. તમે ખતરાથી જેટલા દૂર રહેવા માટે પ્રયત્ન કરો એટલો ખતરો તમને ડરાવવાની કોશિશ કરે છે. લાઇફ ઇઝ આઇધર ડેરિંગ એડવેન્ચર ઓર નથિંગ. સાહસ વગરની જિંદગી કંઈ નથી. મારી પોતાની પેરેલિસિસની ખામીને હેલન કેલરે પ્રેરણા આપી છે. અમારા બધાના યુવાનકાળ વખતે એટલે કે ૧ જૂન ૧૯૬૮ના હેલન કેલરનું મૃત્યુ થયું હતું. (જન્મ ૨૭-૬-૧૮૮૦) હેલન કેલર અમેરિકાની પ્રથમ બહેરી-પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ હતી, જેણે યુનિવર્સિટીની બેચલર ડિગ્રી મેળવી હતી. તેમના વિશે ‘મિરેકલ વર્કર’ નામની ફિલ્મ ઉતરેલી. અમેરિકાના અલબામા ગામે આજે હેલન કેલરનું મ્યુઝિયમ પણ છે. તેના જન્મદિવસને તે વખતના અમેરિકન પ્રમુખ જિમી કાર્ટરના સૂચનથી ‘હેલન કેલર ડે’ તરીકે ઉજવાય છે એક અંધ છોકરી ભણીગણીને પાછી તેની કૉલેજમાં લેકચરર પણ બને છે! પ્રમુખ કેનેડી તેમને ‘સિમ્બોલ ઑફ કરેજ- હિંમત અને બહાદુરીનાં પ્રતીક કહેતા. તેમની મહાનતા છે કે તેમણે અંધાપાને જીવનની મર્યાદા ગણવાના બદલે સતત બીજાને મદદ કરવા અને પ્રેરણા આપવા તત્પર રહેતી. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદ અને કવિવર રવીન્દ્રનાથ ટાગોરની મુલાકાત કરી હતી. હેલન કેલરનાં શિક્ષિકા એન સુલિવાન સાથેના તેના ફોટાવાળી પોસ્ટલ સ્ટેમ્પ ભારતમાં બહાર પડી હતી.હેલન કેલર કહે છે કે મને દુનિયામાં સૌથી વધુ પ્રેમ અને આદર મળ્યા હોય તો તે ભારતમાં મળ્યા છે. મુંબઈમાં વાશી ખાતે ૧૯૯૩માં હેલન કેલરના નામની બહેરા-મૂંગાની સ્કૂલ સ્થાપવા વિશાળ જમીન પણ મળી હતી. આદિત્ય બીરલા સેન્ટરમા હેલન કેલર ઇન્સ્ટિટ્યુટ ઑફ ડેફ એન્ડ બ્લાઇન્ડ સ્થપાઈ હતી. જર્મનીના દાનવીર ક્રિસ્ટોફેલ અને બ્રિટનના રોડની કલાર્કે ભારતમાં સેવા આપી હતી. સેન્ટરમાં અંધ બહેરા બાળકોને જ્વેલરી બનાવતાં, મીણબત્તી, કાગળની થેલીઓ, સાબુ અને વિવિધ છોડ કેમ ઊછેરવા તે શીખવાતું હતું. ૨૦૦૨થી બાળકોને કોમ્પ્યૂટરની તાલીમ અપાય છે.આફ્રિકન લોકો ભાગ્યશાળી હતા કે અમુક જગ્યાએ ભરપુર લીલી હરિયાળી હતી તો અમુક જગ્યાએ રણ હતું. તે હકીકત માલ્કમ નામના ફિલોસોફરે એવી રીતે વર્ણવી કે તમે મુગ્ધ થઈ જાઓ. ‘અરે અહીં સૂકી ધરતી છે, પણ હેવનલી- વેજિટેટેડ છે. વિશ્વના કેટલાંક જંગલોમાં ખૂબ ઝાડી ઉગે છે, પણ ‘સારા દિલના માણસ ઉગતા’ નથી. રણપ્રદેશમાં સારા દિલવાળા અને ટાઢ, તડકો કે ધરતીકંપ બધુ સહન કરીને લોકો જીવે છે.
આપણે હેલન કેલરની વાત પૂરી કરીએ તેની પ્રજ્ઞાચક્ષુતા અને બહેરાશને એક બાજુએ મૂકીને ગ્રેજ્યુએટ થઈને હેલન કેલર ‘સોશયલિસ્ટ પાર્ટી ઑફ અમેરિકા’નાં સભ્ય થઈ ગયાં અને સ્ત્રીના મતાધિકાર માટે આંદોલન ઉપાડ્યું, કામદારોના હક્ક માંગ્યા. હેલન કેલરને તેની માતાએ કહ્યંુ કે ‘બેટી તને એકલીને પરમાત્માએ ઊણપમાં જીવવાનો સુવર્ણ અવસર નથી આપ્યો, અગાઉ લોરા બ્રિજમેન નામની અમેરિકન યુવતી હતી. તેણે આખી જિંદગી તેની શારીરિક ખામીઓ સાથે ગાળીને બીજાની સેવા કરી હતી. અરે પરદેશની શું વાત કરો છો? આશિષ ઝા તેની શારીરિક ખોડથી ગભરાયા વગર આઈ.ટી. સિક્યૉરિટી સ્પેશિયલિસ્ટ બન્યો હતો.
કાજલ ધવન નામની યુવતી તેની શારીરિક ખોડ સાથે ઇન્ટરનેશનલ ડિવિઝન, કોનફેડરેશન ઑફ ઇન્ડસ્ટ્રીની ઊંચી પગારદાર બની હતી. તેણે મા-બાપને રાખ્યાં.મને ઘણા પૂછે છે કે હું પેરેલિસિસ સાથે કેમ એકલા કોઈની સહાય વગર જીવો છો? મેં કહ્યું ‘આશા અમર છે, કોઈ દિવસ પેરેલિસિસનો ઇલાજ થશે. લંડનના ડેઈલી ટેલિગ્રાફના સાયન્સ લેખક સેરા નેપ્ટન કહે છે કે હવે ‘સ્ટેમ સેલ્સ’ શોધાઈ ચૂક્યા છે, જે ઊણપવાળા માનવીના કોષોમાં જે ખામી હશે તે પૂરી કરશે. મને આશા છે કે મારા પેરેલિસિસને તેની ‘દવા’ ભગાડશે. અગર મારા આશાવાદથી પેરેલિસિસ આજે ભાગેલો તો છે જ. આજે જગતમાં ૭ લાખ લોકો તેના વાંક ગુના વગર અંધાપાને વરેલા છે, તો હું તો ભાગ્યશાળી છું કે રોજ આંખ ઉપર ઠંડાં પોતાં મૂકીને હું ૮૬ની ઉંમરે મોતિયા વગર જીવું છું.

Related posts

હનીપ્રીત અને સુખદીપ કૌરની જ્યુડિશિયલ કસ્ટડી વધી ગઈ

aapnugujarat

મંત્રી બનવાની કોઈ ઈચ્છા નથી, બીજેપી અધ્યક્ષપદે જ ખુશ છુંઃ અમિત શાહ

aapnugujarat

राष्ट्रपति चुनावः १६ को कोविंद के साथ एनडीए सांसदों की बैठक

aapnugujarat

Leave a Comment

UA-96247877-1