Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

તેજસ્વી યાદવના સુરક્ષાક્મીે પત્રકાર પર હુમલો કર્યો

બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના સુરક્ષા કર્મીઓએ આજે સચિવાલયની બહાર પત્રકારો સાથે ખરાબ વર્તન કર્યું હતું. સાથે સાથે મારામારી પણ કરી હતી. આજે નીતિશ કેબિનેટની મહત્વની બેઠક મળી હતી. સચિવાલયની બહાર પત્રકારો ભેગા થયા હતા પરંતુ બેઠક બાદ તેજસ્વીની સુરક્ષામાં તૈનાત રહેલા ગાર્ડે પત્રકારો ઉપર હુમલો કરી દીધો હતો. સચિવાલયની બહાર ખુબ સમય સુધી હોબાળો રહ્યો હતો. પત્રકારોની પાછળ દોડીને મારામારી પણ કરવામાં આવી હતી. લાલૂ પરિવાર પર ભ્રષ્ટાચારના મામલામાં કેન્દ્રીય સંસ્થાઓ દ્વારા સકંજો મજબૂત કરવામાં આવ્યા બાદ બિહારમાં મહાગઠબંધનમાં ભવિષ્યને લઇને અટકળો તીવ્ર બની ગઈ છે. નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની સામે  કેસ દાખલ કરવામાં આવ્યા બાદ નીતિશકુમાર ઉપર તેમને કેબિનેટમાંથી દૂર કરવા ઉપર દબાણ વધી ગયું છે. નીતિશે મંગળવારના દિવસે પાર્ટી હોદ્દેદારો અને ધારાસભ્યો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી જેમાં સંકેત આપ્યો હતો કે, ભ્રષ્ટાચારના મામલામાં તેઓ ઝીરો ટોલરન્સની નીતિ સાથે કોઇ બાંધછોડ કરશે નહીં. તેમણે ઉમેર્યું હતું કે, જે લોકો ઉપર આક્ષેપ થઇ રહ્યા છે તે લોકોએ પુરાવા સાથે લોકોની વચ્ચે જવાની જરૂર છે. બેઠકમાં નીતિશે કહ્યું હતું કે, તેમની પાર્ટીના નેતાઓ ઉપર જ્યારે ભ્રષ્ટાચારના આક્ષેપ મુકવામાં આવ્યા હતા ત્યારે તેઓએ પ્રધાનમંડળમાંથી રાજીનામા આપ્યા હતા. જેડીયુની બેઠક બાદ પાર્ટીના વરિષ્ઠ નેતા રમઈ રામે કહ્યંું હતું કે, તેજસ્વીના ભવિષ્ય ઉપર નિર્ણય લેવા માટે આરજેડીને ચાર દિવસનો સમય આપવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, જો આ ગાળા દરમિયાન આરજેડી તરફથી કોઇ નિર્ણય લેવામાં આવશે નહીં તો નીતિશને કાર્યવાહી કરવાની ફરજ પડશે. આરજેડીને ચોક્કસ મહેતલ આપી દેવામાં આવી છે. બીજી બાજુ આરજેડી તરફથી પહેલાથી જ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, તેજસ્વી યાદવના રાજીનામાનો કોઇ પ્રશ્ન નથી. તેજસ્વીએ આજે પોતે કહ્યું હતું કે, મહાગઠબંધન અતુટ છે અને તેને તોડવાના પ્રયાસો સફળ રહેશે નહીં. કેન્દ્રની મોદી સરકાર અને ભાજપ ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, આ આરોપ ૨૦૦૪માં મુકવામાં આવ્યા હતા. તે વખતે તેઓ બાળક તરીકે હતા. તેજસ્વીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર ૨૮ વર્ષના યુવાનથી ભયભીત છે. ભાજપ દ્વારા માત્ર લાલૂ પરિવારને જ નહીં બલ્કે સમગ્ર બિહારને બદનામ કરવાના કાવતરા રચવામાં આવી રહ્યા છે પરંતુ ભાજપને આનાથી કોઇ ફાયદો થશે નહીં. મહાગઠબંધન વધુ મજબૂત થશે. બીજી બાજુ આરજેડી અને જેડીયુ વચ્ચે વિખવાદ સતત વધી રહ્યો છે અને નીતિશ ઉપર તેજસ્વીને પડતા મુકવા માટે પણ દબાણ છે.

Related posts

इमरान खान ने रोया कश्मीर पर रोना, कर दी परमाणु युद्ध की बात

aapnugujarat

અમારા લોહીથી બની હતી કોંગ્રેસ પાર્ટી, કમ્પ્યૂટરથી નહીં : ગુલામ નબી આઝાદ

aapnugujarat

દેશમાં કોરોનાના ૫૨,૫૦૯ નવા કેસ નોંધાયા ,૮૫૭ લોકોના મોત

editor

Leave a Comment

UA-96247877-1