Aapnu Gujarat
Uncategorized

ગીર સોમનાથ જિલ્લાનાં લોકોને નર્મદા મહોત્સવમાં જોડાવા તક : કાવ્ય-નિબંધ, સ્લોગન સ્પર્ધામાં ભાગ લેવા તા. ૨પ જુલાઈ સુધીમાં www.narmadamahotsav.gujrat.gov.in પર નામ નોંધાવો

ગુજરાતની જીવાદોરી બહુહેતુક નર્મદા યોજના સરદાર સરોવર ડેમના દરવાજા બંધ કરવાના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના ઐતિહાસીક નિર્ણયના પગલે સમગ્ર ગુજરાતની સાથે ગીર સોમનાથ જિલ્લામાં આગામી દિવસોમાં નર્મદા મહોત્સવ યોજાશે. તેમાં ગીર સોમનાથ જિલ્લાનાં ૧૮૩ ગામ ઉપરાંત વેરાવળ અને ઉના શહેરનો સમાવેશ કરવામાં આવશે. ગુજરાતનુ ભાગ્ય પલટાવનાર આ નિર્ણયને જનભાગીદારીથી ઉમંગ ઉત્સવ તરીકે ઉજવવાનું રાજ્ય સરકારે નક્કિ કર્યુ છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ www.narmadamahotsav.gujrat.gov.in વેબસાઈટ લોન્ચ કરી છે. આ વેબસાઈટ પર નર્મદા મહોત્સવમાં જોડાવા ઈચ્છુક સ્વયંસેવકો, સંસ્થાઓ તેમજ રક્તદાન કેમ્પમાં જોડાવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

ઉપરાંત કાવ્ય, નિબંધ, સ્લોગન સ્પર્ધા સાથે નર્મદાના જળથી મળેલ લાભની સાફલ્યગાથાઓ અને એક મીનીટની મોબાઇલ ફિલ્મ નિર્માણની સ્પર્ધાઓ યોજવામાં આવશે. આ તમામ સ્પર્ધામાં ભાગ લેવા માટે તા. ૨૫ જુલાઈ સુધીમાં www.narmadamahotsav.gujrat.gov.in  રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરાવેલ વ્યકિતજ સ્પર્ધામાં ભાગ લઇ શકશે. નર્મદા મહોત્સવ અંતર્ગત ત્રણ શ્રેણીમાં સ્પર્ધાઓ યોજાશે ધો-૧૦ સુધીના વિધાર્થીઓ ધો-૧૧ થી કોલેજ યુનીવર્સીટીના વિધાર્થીઓ અને આ બન્ને શ્રેણી સીવાયના અન્ય સ્પર્ધકો દરેક શ્રેણીના વિજેતા સ્પર્ધકોને અનુક્રમે રૂા. ૨૫ હજાર, રૂા. ૧૫ હજાર અને રૂા. ૧૦ હજાર પુરસ્કાર અપાશે. ગીર સોમનાથ જિલ્લાના યુવાનોને www.narmadamahotsav.gujrat.gov.in વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરાવવા જિલ્લા વહિવટીતંત્ર દ્રારા અનુરોધ કરાયો છે.

Related posts

કુંભણ ગામ નજીક મંદબુદ્ધિ આશ્રમમાં ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો

editor

નરેન્દ્ર મોદી વિચાર મંચના હોદેદારો અને આગેવાનોની યોજાઈ બેઠક

editor

राजकोट में महिला एएसआई और कॉन्स्टेबल की आत्महत्या

aapnugujarat

Leave a Comment

UA-96247877-1